________________
७४
પ્રકરણ ૧૧ મું.
આ પ્રમાણે દીક્ષાની વિધિ પૂરી થવા આવી કે ચાર પાંચ યુવકેએ આમંત્રણ પત્રિકા જેવી બીજી પત્રિકાઓ એકદમ છુટથી વહેંચવા માંડી. ડાજ વખતમાં દરેક સ્ત્રી પુરૂષના હાથમાં તે પત્રિકા પહોંચી ગઈ. કોઈ કોઈ તે રાગ કાઢી ધીમે ધીમે વાંચવા પણ લાગ્યા. આથી આચાર્ય અને બીજા સાધુઓનું લક્ષ તે પત્રિકા તરફ ખેંચાયું. જાણવાની ઈ-તેજારી વધી અને ધીરજ નહીં રહેવાથી આચાર્યો કોઈની પાસેથી વાંચવા માગી લીધી. તેમના મનમાં કદાચ હશે કે આવા માંગલિક પ્રસંગે કઈ ધર્મરાગીએ સમયને અનુસરતું અને તેમના ગુણાનુવાદનું કાવ્ય લખ્યું હશે પણ વાંચતાં તે તેમાંથી જુદુ જ નીકળ્યું. સમયને અનુસરતું તે હતું પણ તેમને રૂચે તેવું નહીં નીકળવાથી તિરસ્કાર યુકત હાથમાંથી તે પત્રિકા ફેંકી દીધી. આનંદથી ઉજવાયેલા ઉત્સવમાં આ જરા તેમને વિધરૂપ લાગ્યું, ક્રોધ જાગૃત થયો પણ ચકોરવિજયની દવા એવી અકસીર હતી કે તે પાછો શમી ગયો અને કાંઈ બોલ્યા નહીં.
એટલામાં એક માણસ હીંમત લાવી ઉભો થઈ પત્રિકાવાળું કાવ્ય મધુર સાદથી ઉંચા અવાજે ગાવા લાગ્યો. શરૂઆતમાં જરા જરા ગરબડ થઈ પણ તેને કંઠ એવો કેમળ અને કર્ણપ્રિય હતા કે સૌ થોડી વારમાં શાંત થઈ ગયાં અને ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યાં.
આ વાત આચાર્યને રૂચી નહીં તેથી એકદમ શેઠને હુકમ કર્યો “તેને બેલતે બંધ કરે.” આ પ્રમાણે મહારાજશ્રીને હુકમ થતાંજ ચારે બાજુથી પોકાર થઈ રહ્યા કે “ શા માટે બંધ કરે છે ? બેલવા દે. ન્યાતના શેઠ હોય કે ગમે તે હોય તેને શું અધિકાર છે કે બોલતાં અટકાવે ?”
શેઠ સમય ઓળખી ગયા, લોકલાગણી પણ સમજવામાં હતી તેથી આચાર્યની પાસે જઈ કાનમાં કહેવા લાગ્યા. “સાહેબ! આ વખતનું વાતાવરણ જુદું છે? જે આપણે તે લોકોને ઉભરે બહાર નહીં પાડવા દઈએ તો જબરું તોફાન થશે. અહીં હમણાં “અયોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com