________________
વાતાવરણના પડઘાની પત્રિકાઓ.
૭૫
-
.", '
જV
V
VVV .
" , "
" , " . " , "
, "
- --~--
દીક્ષા પ્રતિબંધક સમાજ” નીકળે છે તેને પુષ્ટિ આપનાર ઘણા લોકે છે, માટે અત્યારે ગમ ખાઈ જાઓ. તે લોકે બીજું શું કરવાના છે? ગાઈને ઘાંટો બેસાડવા દે, આપણે વચ્ચે બેલવાની જરૂર નથી.” એમ મહારાજના કાનમાં વાત કરી શેઠે ગાવાની છુટ આપી. આમ સત્યાગ્રહથી જાહેર રીતે છૂટ મળવાથી તાળીઓને ગડગડાટ મચી રહ્યા અને તે યુવક નીચે પ્રમાણે કાવ્ય મોટા અવાજે અને સ્પષ્ટ સમજાય તેવી રીતે લલકારવા લાગે.
ભવિષ્યવાણી. ( પ્રભાતીઉં– જળકમળ છાંડી જા તું બાલા – એ રાહ ) હે સુજ્ઞ કસ્તુરશેઠજી ક્યાંથી સુઝી આવી મતિ?
- ક્યાંથી સુઝી આવી મતિ ? વિચાર શું કરતા નથી? કેવી થશે સ્ત્રીની ગતિ? એ ટેક. દીક્ષાજ જે લેવી હતી, પરણ્યા શું કરવા સુંદરી ? હાથે કરી વિધવા કરી, જરીં શું દયા નથી આવતી? હે સુજ્ઞ- ૧ શૃંગાર માંહે રાચની, રતિથી પૂરી વિકાસતી, નિર્દય બનીને હાથથી છેદી કળી શું ખીલતી ? હે સુજ્ઞ૦ ૨ દિવસ અરે શિદ ગાળશે? વૈભવ અરે શિદ માણશે? તે ઠાઠથી જે મહાલશે, કરશે ટીકા દુનિયા અતિ, હે સુજ્ઞ- ૩ નિજ કામને જે મારશે, સંતોષ માની ચાલશે,
જે જીવન સાદું ગાળશે, તે તો તમારી કીરતી. હે સુજ્ઞ૦ ૪ શૃંગાર જે છેડી દઈ, વૈરાગ્યને સાથે લઈ જે ચાલશે સીધી રહી છે તે થશે સાચી સતી. હે સુજ્ઞ૦ ૫ પણ આ યુવાની કારમી, અંકુશમાં જે નવ રહી, વંડી ગયેલી જાણવી નકકી તમારી યુવતી, હે સુજ્ઞ૦ ૬ બુરી દશા તેની હવે ! સંભાળ તેની કોણ લે?
બેઠા તમે ઉપાશ્રયે ! તે એકલી છે ઝૂરતી ! હે સુજ્ઞ૦ ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com