________________
પ્રકરણ ૧૧ મું. પ્રીતિ થઈ જે ભોગથી, પ્રીતિ થઈ જે જેગથી, નવ હાથ રહેશે કેઈથી, કરશે ઉભે બીજો પતિ. હે સુજ્ઞ૦ ૮ આ અંધ શ્રદ્ધાની મહીં પરિણામ સારું છે નહીં, માને મહાસુખનું સહી, આંખ ઉઘાડેને રતિ. હે સુજ્ઞ૦ ૯
લી. જાણભેદુ જન આ એક કાવ્ય પૂરું થયું કે આચાર્યશ્રીને મીજાજ ખસી ગયો. ક્રોધાયમાન થઈ તે કહેવા લાગ્યા “બસ હવે બંધ કરે. હું વધારે સાંભળવા માગતો નથી. આવા માણસને આ વાડીમાં કોણે દાખલ થવા દીધા? બસ હું ચાલ્યો જાઉં છું.”
આ શબ્દોની સાથેજ ચારે બાજુ મેટે શોરબકોર થઈ રહ્યા. મળેલી મેદનીમાંથી અનેક પ્રકારના ઉદગારે નીકળવા માંડયા.
“શું બેટું લખ્યું છે? દુનિયા તે દેખે તેવું કહેશે, પાદશાહની પણ પૂઠ છે.”
“દીક્ષા લેવી હતી તે શેઠ જખ મારવા આવી યુવાન સ્ત્રીને પરણ્યા.”
“બસ ચાલવા દે, બેલતા કોણ બંધ કરનાર છે? આચાર્યને ન પાલવે તે જાય, કેણ રેકી રાખે છે?”
એમ ઉપરા ઉપરી વાજ્યનાં બાણે છુટવા લાગ્યાં કે ન્યાતના શેઠે ઉભા થઈ મહારાજને ઉઠતા અટકાવ્યા અને કાનમાં જણાવ્યું કે “મહારાજ! આજને મામલો ગંભીર છે, માટે વિચાર કરી કામ કાઢી લેવાનું છે, બીજી વખત પણ ગમ ખાઓ. હજુ ત્યાંનું કામ અટપી લેવાનું છે. માટે અત્યારે તદન નમતું. મુકે. નહીં તો મેટો ભવાડો થશે અને કિનારે આવેલું વહાણ ડુબી જશે. આ યુવક ટોળીમાં મેટાઓના હાથ છે માટે શાંત રહે. ગરબડ થશે તે પેલી વાત પ્રકાશમાં આવશે અને ફજેતી થશે” આમ ભેદી વાત કરી મહારાજને શાંત કર્યા કે પેલો યુવક બીજું કાવ્ય તેજ રાગમાં ઉંચા
સ્વરે નીચે પ્રમાણે ગાવા લાગ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com