________________
વાતાવરણના પડઘાની પત્રિકાઓ.
૭૭
ભક્તિ કે કાયરતા? (પ્રભાતીલ - જળકમળ છાંડી જા તું બાળા – એ રાહ) હે ચતુર સદગુણ સુંદરી! આ ભક્તિ કયાંથી આદરી?
આ ભક્તિ ક્યાંથી આદરી ? વૈરાગ્ય માર્ગ સંચરી, સંસાર શું ગઈ વિસરી ? એ ટેક. સૌભાગ્યવતી તુજ જીંદગી, પ્રભુની કૃપા તે માનવી, આ સર્વ શું ભૂલી ગઈ? ઉઘાડી જે જરી. હે ચતુર ૧ વિચાર કર તું પ્રથમમાં, શો ધર્મ તારો જગતમાં? બાજી ગુમાવીશ મમતમાં, ગઈ પળ નહીં આવે ફરી. હે ચતુર૦ ૨ સ્વામીની ભક્તિ સ્વામી સેવા, સ્વામી નિજ સુખ માનવું, સ્ત્રીને પતિ સાક્ષાત દેવા, શાસ્ત્રવાનું આ ખરી. હે ચતુર ૩ સ્વામી ભલે દુઃખદાયી હો, દુઃખીઓ ભલે કે રોગી હે, ભેગી ભલે કે જેગી હે, સતિને સદા તે ઈશ્વરી. હે ચતુર ૪ ઘરકામ તું ભૂલી ગઈ, પર કામમાં રાચી રહી, સેવા પતિની નવ ગમી, દરકાર પતિની નવ કરી. હે ચતુર૦ ૫ પતિભક્તિ વિસારી દઈ પ્રભુભક્તિમાં ડૂબી ગઈ, પતિદુઃખથી છુટી થઈ, પતિભક્તિ લાગી આકરી. હે ચતુર ૬ આ ભક્તિ પ્રભુ સ્વીકારશે કે ન્યાય છે તે આપશે? પરિણામ કેવું આવશે ? વિચાર કર પ્રભુથી ડરી. હે ચતુર૦ ૭ પતિભક્તિ સાચી માનવી, આફત શીરે ઉપાડવી, ભક્તિ પ્રભુ તે માનશે, લેશે અરજ ઉર તાહરી. હે ચતુર ૮ સુખ દુઃખને માલીક તું, આ જગ્નને દરકાર શું? તું માન કે નહીં માન તું શિક્ષા મહાસુખની ખરી. હે ચતુર ૯
લી. જાણભેદુ જૈન કાવ્ય પૂરું થયું કે લોકેએ તે યુવકને તાળીઓના અવાજથી વધાવી. લીધે. દીક્ષાની ક્રિયાનું કામ સંપૂર્ણ થઈ ગયેલું હોવાથી પ્રભાવના શરૂ થઈ અને મેળાવડ વિસર્જન થયો. ગરદી મટી ગઈ કે આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com