________________
૭૮
પ્રકરણ ૧૧ મું. અને મુનિ મહારાજે બંને શેઠને સાથે લઈ જન ધર્મશાળામાં ગયા અને સાધ્વીઓ પિતાના ઉપાશ્રયે ગઈ.
ધર્મશાળાના મેડા ઉપર મહારાજ, ધરમચંદ તથા ન્યાતના શેઠ એમ ત્રણ જણની ત્રિપુટીએ ખાનગી મસલત કરી. ઉઠતાં ઉઠતાં ધરમચંદ મહારાજને હીંમત આપી કહ્યું “હું અને ન્યાતના શેઠ જ્યાં સુધી આપના પક્ષમાં છીએ ત્યાં સુધી આપને વાંકે વાળ થવા દેવાના નથી. ભલે સંઘમાં બે પક્ષ પડે, પણ તમને નિર્વિને વિદાય કરીશું. સરકારી કામમાં અમે બે જણ એવા વાકેફગાર છીએ કે એક વાર પોલીસને પણ કાનપટી પકડી ઉભી રાખીએ. ઉધું ચીતું કરવામાં, સામા માણસને ફેડવામાં, પોલીસને મારવામાં અમે પાછા પડીએ તેમ નથી. માટે આપ ગભરાશે નહીં. હીંમત રાખે. હું તે ઠેકાણે જઈ આવું છું. બધું પાર પડી જશે. પણ હવે એટલું કરે કે ક્રોધ કરી ઘાંટા કાઢશો નહીં. ક્રોધથી વિરોધ વધે છે.”
આચાર્ય–“એ તે હું જાણી જોઈને ફ રાખું છું. રફ રાખીએ એટલે સામાવાળા ડરે.”
શેઠ–“એ વાત ખરી પણ તે તો નાના ગામડામાં ચાલે. અહીં ન ચાલે. મેં જણાવ્યું છે કે અને તે રીતસરની દીક્ષા વિરૂદ્ધની ટોળી બંધાઈ છે. તેમાં સમાજને મોટો ભાગ અને ખાસ કરી કેળવાયેલ ભાગ જોડાયેલો છે. શરૂઆતમાં યુવકોને આગળ કર્યા છે પણ પાછળ પીઠ ઠકનાર મોટા મોટા આગેવાન અને કેળવાયેલા ગૃહસ્થ છે. તે પ્રસંગ આવે બધા બહાર પડે તેવા છે. પેલું કામ પાર પડી જાય એટલે આપ વિહાર કરી અહીંથી ઉપડી જાએ ચંદ્રાવતી દેશમાં કે કેાઈને ત્યાં પત્તો લાગે નહીં.”
આચાર્ય “મારે પણ એજ વિચાર છે. કહો તે વદ નવમીના દિવસેજ વિહાર કરું.”
શેઠ–“દશમના દિવસે દીક્ષાની નવકારશ્રી છે એટલે તે પહેલાં વિહાર કરો તે ઠીક કહેવાય નહીં અને આપણું વિરોધી ગૃહસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com