________________
સાધ્વીમાતાનું તીવ્ર સ્મરણ, તપાસ અને મેળાપ.
૩૭૧
પરંતુ ઉર્મિલાએ બીજી વાતોના એવા પ્રસંગે લાવો મુક્યા છે તે વાતને ખુલાસે કરવાની ચતુરાને તક આપી નહીં, કારણકે ઉત્તમશ્રીના દુઃખને હેવાલ કહેવાથી જગજીવનદાસના હૃદયને દિલગીરી ય તેમ હતું. તેવી દિલગીરી જમતાં જમતાં કરાવવી ઉર્મિલાને ઠીક લાગી નહીં.
જમ્યા પછી તેઓ ઉપર દીવાનખાનામાં બેઠાં. ત્રણે બાજુથી મંદ મંદ પવન આવતો હતો. આગળ દરીઆને સુંદર દેખાવ દૃષ્ટિગેચર થતું હતું. આમ સમય અને સંગ ધ્યાનમાં લઈ ઉર્મિલાએ ચતુરાને પુછ્યું “ચતુરાભાભી! તમે ઉત્તમશ્રીને ઓળખે છે?”
ચતુરાએ જવાબ આપ્યો “ઘણું સારી રીતે.”
જગજીવનદાસે પુછ્યું “તમારે અને તેમને કયારે સંબંધ થયો અને કયારે અને કયાં છુટાં પડ્યાં તે હકીકત જાણવા માગું છું.”
ચતુરા બેલી “મેં માહ વદ ૭ ના રોજ વિજય પાસે દીક્ષા લીધી અને કંચનશ્રીની ચેલી બની. સાધ્વીઓ સાથે જોડાઈ. તે વખતે ઉત્તમશ્રી અને અમે સૌ સાથે હતાં, અમે ત્યાંથી વિહાર કર્યો. રસ્તામાં મને કાંટા વાગ્યા, ફલા પડયા, છતાં વિહાર કરાવે, મારી પાસેથી એવું કામ લે કે હું થાકી જાઉં તો પણ દયા ન આવે. છેવટે હું માંદી પડી, તાવ આવ્યો, પગ સુઝી ગયા, છતાં મને ચલાવી. તેમાં મરડાનું દરદ થયું એટલે મને ગાંધારીમાં એકલી મુકી. તેમની જોડે ઉત્તમથી હતાં તેમને દયા આવી તેથી તે તથા તેમની ચેલી રચંદશ્રી મારી ચાકરી કરવા રોકાયાં. તેમને આવીને આચાર્ય લડી ગયા, પણ ઉત્તમશ્રીએ તેમના માથામાં વાગે તે જવાબ આપ્યો. ૨-૩ માસ દવા ચાલી તે દરમીઆન અમે એક બીજાના દુઃખની વાત કરી હૃદય ખાલી કરી આશ્વાસન મેળવતાં. ઉત્તમથી કહેતાં કે એક ૧૪–૧૫ વરસને છોકરો મુકીને તેમણે ગરીબાઈના કારણને લઈને દીક્ષા લીધી છે. કંચનશ્રીને ત્રાસ ૪-૫ વરસ તો તે સહન ન કરી શકયાં, તેથી તે એક વાર કેધે ભરાઈ તેમની સામે બોલ્યાં. ત્યારથી કંચનશ્રી તેમના પ્રત્યે કરડી નજરથી જોવા લાગ્યાં. દીક્ષા લીધા પછી ઉત્તમ શ્રી કળ કરીને બેઠાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com