________________
૭૦
પ્રકરણ ૩૬ મું.
મનમાં અધીરાઈ પ્રકટ થઈ. વિચાર આવવાથી પટાવાળાને બોલાવી ફરી રમણિકલાલને બોલાવ્યો. રમણિકલાલ હાજર થઈ શેઠને પુછવા લાગે “કેમ શું કામ છે?”
જગજીવનદાસ–“ફીસમાં એક અંગ્રેજી ભણેલે માણસ રાખવાને છે અને તે મારું ખાનગી કામ કરે તે જોઈએ. નમ્ર સ્વભાવને, મહેનતુ અને પ્રમાણિક જોઈએ. પગાર રૂ. ૧૦૦) આપવામાં આવશે. જે તે બહુ ચાલાક નીકળે તે મારી સાથે હેમ્બર્ગ પણ લઈ જાઉં. જૈન હેય તો ઠીક.”
રમણિકલાલ “બહુ સારું, તપાસ કરી તમને જણાવીશ.” એમ કહી રમણિકલાલે રતિલાલની પાસે જઈ માણસ સંબંધી વાત કરી.
રતિલાલ–“તારે મિત્ર કેઈ લાયક હેય તે ભલામણ કર”
રમણિકલાલે યાદ કરી જણાવ્યું “મારી ગંભીર માંદગી વખતે સારવાર કરનાર મી. દશરથલાલ છે, તે પ્રમાણિક, ઘણેજ મહેનતુ અને લાયક છે. ચતુરા પણ તેને ઓળખે છે. પ્રીવીઅસ પાસ છે. હાલમાં તે રૂ. ૬) ના પગારે એક ઠેકાણે નોકરી છે માટે જે સલાહ હોય તે તેને બોલાવું. અઠવાડીઉં રજા લઈને આવશે. પર નથી.
રતિલાલ-“આજે પત્ર લખી તેને વિચાર મંગાવી છે. તે હા પાડે તો પછી શેઠને વાત કરી પત્ર લખી તેને અત્રે બોલાવ.”
રમણિકલાલને આ સલાહ વ્યાજબી લાગવાથી દશરથલાલને પત્ર લખી રવાના કર્યો.
ઘડીઆળમાં પાંચ થયા કે શેઠને વાલકેશ્વર મુકી આવી સફરે ઍફીસ આગળ મોટર ખડી કરી. તેમાં રતિલાલ અને રમણિકલાલ બેશી પિતાને મુકામે જઈ ઉર્મિલા અને ચતુરાને લઈ વાલકેશ્વર ગયા. તેઓ દિવાનખાનામાં સ્વસ્થ થઈ બેઠાં. ઉર્મિલાએ ધીમે ધીમે ચતુરાને વાર્તાવિનેદમાં ઉતારી. ચતુરા પણ વાત કરવાની અને પ્રશ્નને જવાબ આપવાની પ્રસંગે પ્રસંગે બુટ લેવા લાગી. પછી તે મંડળી સાથે
જમવા બેઠી. જમતાં જમતાં ઉત્તમબાઇની વાત જગજીવનદાસે કાઠી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com