________________
સાધ્વીમાતાનું તીવ્ર સ્મરણ, તપાસ અને મેળાપ. ૩૬૯
આમ પત્ર વંચાવી રમણિકલાલ પિતાની ઓરડીમાં આવ્યો. બરાબર અગીઆર થયા કે રમણિકલાલ અને રતિલાલ ઓફીસમાં ગયા. થોડી વાર થઈ કે જગજીવનદાસની મેટર આવી. પિતાની રીસમાં રમણિકલાલ અને રતિલાલને બોલાવ્યા. તે તે ધારતા હતા જ કે હમણાં સીપાઈ બોલાવવા આવશે. તે બંને શેઠની પાસે ગયા.
રમણિકલાલે ખીસામાંથી કાગળ કાઢી વંચાવ્યા, તે સાંભળી જગજીવનદાસ ઉદાસ થઈ બોલ્યા “આમાં તે કાંઈ ખુલાસો આવ્યો નહીં.”
પછી ધીમે રહીને રતિલાલે કહ્યું “રમણિકલાલનાં પત્ની ચતુરા તમામ હકીકત ઉત્તમથી સંબંધી જાણે છે. ત્રણ ચાર માસ સુધી તેમની પત્નીની ચાકરી કરનાર તે ઉત્તમશ્રીજ હતાં. તેમની વાત ઉપરથી જણાય છે કે તેજ તમારાં માતુશ્રી હશે.”
જગજીવનદાસ–“ત્યારે તે દિવસે તેમણે મને કેમ વાત ન કરી? તે વખતે જ તે બાબતને ખુલાસે થાત.”
રતિલાલ–“તમે નવા નવી આવેલા, મળવાનો પરિચય નહીં એટલે શરમને લીધે તમારા આગળ બોલી શકી નહીં, માટે ફરી મારે ત્યાં જમવા આવે એટલે વાતને ખુલાસે થશે.”
જગજીવનદાસ–“હું તમારે ત્યાં જમવા આવું તેના કરતાં તમે મારા બંગલે સાંજે જમવાનું રાખે તે શું બેટું ? વાત કરીશું.”
આ સાંભળી રતિલાલ રમણિકલાલની સામે જોઈ હસી ગયો “આ તો નેતરું આપવા જતાં નેતરું સ્વીકારવાનો વખત આવ્યો.”
જગજીવનદાસે તરતજ બેલ વગાડી પટાવાળાને બોલાવ્યો અને રતિલાલને સૂચના કરી, “રતિલાલ ! આ પટાવાળાને ચીઠી લખી આપો, તે લઈ તમારા ઘેર આપી આવે. આપણે પાંચ વાગે તેમને મોટર તેડવા માટે મોકલીશું.”
રતિલાલે ચીઠી લખી આપી. શેઠે પોતાના બંગલે ટેલીફેનથી ભટને ખબર આપી દીધી. રતિલાલ ને રમણિકલાલ પોતાના રૂમમાં ગયા. મા સંબંધી ચતુરા પાસેથી ક્યારે ખુલાસો મેળવું એવી જગજીવનદાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com