________________
૩૬૮
પ્રકરણ ૩૬ મું.
બંને તમારા બંનેને બંને સમાજ તરફથી ઉપકાર માનીએ છીએ. તમારા શેઠ પણ અમારા સમાજમાં જોડાય એવી આશા રાખીએ છીએ. અમારી વતી તેમને અભિનંદન કહેશે. જાણવા જોગ સમાચાર હોય તે જરૂર જણાવશે.
લી. નેહાધીન
રસિકલાલ સુંદરલાલ શાહ. તા. ક. ૫૦ સૈ. માલતીએ ખાસ લખાવ્યું છે કે તમારાં ધર્મ પત્ની અ. સૈ. ચતુરાની જાહેર હીંમત માટે ભગિની સમાજ તરફથી અભિનંદન આપવામાં આવે છે.
ઉપર પ્રમાણે પત્ર વાંચી રહી રમણિકલાલ હશીને બોલ્યો, “સ્ત્રીનાં સૌએ વખાણ કરે. માલતીએ પણ ધન્યવાદ આપે. પુરૂષને તો ભાવજ પુછાય નહીં. મને લાગે છે કે તને બોલાવી જાહેર માનપત્ર આપશે.”
ચતુરા બેલી–“મારે તેવું માનપત્ર જોઈતું નથી. તે આપે ય નહીં ને મારાથી લેવાય નહીં. તે તે ઠીક પરંતુ આ ઉત્તમશ્રીને તે ઓળખું છું. કંચનશ્રી પાસે બીજો કોઈ ઉત્તમશ્રી નથી. ઉત્તમશ્રીના દુઃખને હેવાલ મને માલમ છે. ઉપાશ્રયમાં દુઃખમાં મારી ચાકરી કરનાર ઉત્તમશ્રી હતાં. મારે લીધે કંચનશ્રીથી છુટાં પડયાં. ઉત્તમશ્રી, ચંદનથી અને હું એમ અમે ત્રણે ગાંધારીમાં રહ્યાં.પરેશન કરાવવા મને દવાખાનામાં શ્રાવકે લઈ ગયા.ચેમાસું હોવાથી તે ગાંધારીમાં જ હશે. મને પુછ્યું હોત તો હું તમને કહેત. સારું થયું કે જવાબ આપણું ઘરના સરનામે આવ્યો એટલે મને જાણવાનું મળ્યું.” ' રમણિકલાલ-“તે વાત તે બરાબર. આ કાગળ તેમને વંચાવું છે તે ઉપરથી વાત નીકળશે એટલે તેમને હકીકત કહીશ, તે પછી જે તે કહેશે તેમ કરીશું.” એમ કહી રમણિકલાલ તે કાગળ લઈ રતિલાલને વંચાવવા ગયે, અને સવિસ્તર સમાચાર કહ્યા.
ઉર્મિલા-“જ્યારે ચતુરા તે હકીકત જાણે છે તે આપણે તેમને એક દિવસ જમવા બેલા એટલે તેમની આગળ ચતુરા તે વાત કરશે.”
રતિલાલ-તે કહેવું બરાબર છે, આજે આપણે ઍફીસમાં વહેલા જઇએ, જગજીવનદાસ પણ પત્રની રાહ જોઇને બેઠા જ હશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com