________________
કનકનગરમાં બે આચાર્યોની પધરામણી.
૨૦૧
પ્રકરણ ૨૪ મું.
કનકનગરમાં બે આચાર્યોની પધરામણી, દીક્ષાનો બેધ,
લાલભાઈ શેઠની અંધ શ્રદ્ધા, મહાવીર જયંતી. * Happy the man, who early learns the wide chasm that lies between his wishes and powers. - Goethe. - સૂર્યવિજય આચાર્ય તથા તેમના શિષ્ય શુદ્ધિવિજ્યજી વગેરે સાધુઓએ ગાંધારી ગામથી વિહાર કરી માલિકા ગામમાં આવી, શુદ્ધિવિજયે દીક્ષાના મેહમાં ફસાવેલા શશીકાંતને ફાગણ વદ ૧૨ ના દિવસે ગુપ્ત રીતે દીક્ષા આપી, ત્યાંથી એકદમ નીકળી કનકનગર તરફ વિહાર કરવો શરૂ કર્યો. કંચનશ્રી વીગેરે સાધ્વીઓ માલિકાની છુટાં પડી મધુરી ગામ તરફ ગયાં.
શિષ્યના પરિવાર સાથે આચાર્ય સૂર્યવિજય ચિત્ર સુદ ૬ ના રોજ કનકનગરમાં આવી પહોંચ્યા. આ વખતે કેટલાક યુવાનીઆઓએ એવો નિશ્ચય કરે કે તેમના સરઘસ વખતે કાળા વાવટા હાથમાં રાખી “પાછા પધારે” વાળા લેખની પતાકાઓ ફરકાવી સરઘસ કાઢવું, આ વાતની જાણ થવાથી લાલભાઈ શેઠે પોલીસની મદદ માગી પૂરતા બંદોબસ્ત સાથે આચાર્ય સૂર્યવિજયનું સામૈયું કર્યું. સામૈયામાં મેટું બંડ લાવવામાં આવ્યું હતું, લાલભાઈ શેઠના સંબંધીઓ તથા થડાક શ્રીમંત ચુસ્ત ભક્તિ શીવાય ઘણજ ઓછા જૈનેની હાજરી સાજનમાં જણાતી હતી. આ પ્રમાણે લાલભાઈએ સ્વાગત કરી આચાર્યને મેટા ઉપાશ્રયમાં ઉતાર્યો. એમાં પણ લોકોને કચવાટ હતો છતાં લાલભાઈની શરમને લીધે લોકોએ વિરોધ ઉઠાવ્યા નહીં.
કનકનગરમાં સંધને ઘણે મોટો ભાગ આ આચાર્યની વિરૂદ્ધ હતો. ભદ્રાપુરીમાં બનેલાં આચાર્યનાં પરાક્રમ છાપામાં બહાર પડેલાં
છે તે જ સુખી માણસ છે કે જે પિતાની ઈચ્છા અને પોતાની શક્તિ વચ્ચે રહેલી મોટી ખીણ આગળથી સમજી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com