________________
૨૦૨
પ્રકરણ ૨૪ મું.
હોવાથી લોકે તેમને દીક્ષાના એડવોકેટ તરીકે કહેતા હતા. તેમની પક્ષમાં જે લોકો હતા તેમનાં હદય તે તેમના વર્તન પ્રત્યે તિરસ્કાર બતાવતાં હતાં પણ શું કરે? એવા ઘણું પુરૂષો હતા કે જેઓ શ્રીમતના આશ્રિત હતા. વળી કેટલાક અંધ શ્રદ્ધાળુ શ્રીમંતે તેમના ખાસ ભકત હોવાથી તે લેકે આચાર્યનું બહુમાન કરવા પૈસા તેડી નાખતા હતા, આથી આચાર્યનો મદ કમી થતું નહોતું.
બીજા દિવસથી મોટા ઉપાશ્રયે આચાર્ય વ્યાખ્યાન શરૂ કર્યું. લાલભાઈ શેઠ હમેશાં વખતસર વ્યાખ્યાનમાં આવતા. ઉપાશ્રય ચીકાર ભરાઈ જવા લાગ્યા, તેમાં ઘણે માટે ભાગ તમાસે જવા આવતા. કે અહી કોઈ ભદ્રાપુરી જેવો બનાવ બને છે અને કાંઈ જેવાનું મળે છે. અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજના સભાસદે પણ મેટી સંખ્યામાં જોવા આવતા. શરૂઆતમાં તો આચાર્યશ્રીએ જરા બીજા વિષયો ઉપર વ્યાખ્યાન શરૂ કર્યું પરંતુ જેમ જેમ પગ જામતે ગયે તેમ તેમ પદ્મવિજય, શાંતિસાગર, વિવેકવિજય, પુષ્પવિજય, ભારતીકુમાર વગેરે જેઓ અયોગ્ય દીક્ષાની વિરૂદ્ધ હતા તેમની ખુબ નિંદા કરવા લાગ્યા, અને દીક્ષાની પ્રશંસા અને ગૃહસ્થાશ્રમ પ્રત્યે તિરસ્કારનાં વ્યાખ્યાન શરૂ કર્યો. એક દિવસ વ્યાખ્યાનમાં ભદ્રાપુરીની માફક શ્રાવક ઉપર ગાળોને વરસાદ વરસાવી આચાર્ય કહેવા લાગ્યા
“હાલમાં કેટલાક અધમ, પાપી, નાતિક અભવી જી નીકળ્યા છે તે દીક્ષાને તેડી પાડવા માગે છે અને ગૃહસ્થાશ્રમને ઠેઠ આસમાન સુધી ચડાવવા માગે છે. ગૃહસ્થાશ્રમ એટલે શું? છકાયના કુટામાં સડબડતા શ્રાવકનું પાપાશય. બીજા શબ્દોમાં કહીએ તે હડહડતી નરકની ખાણ. આવા ગૃહસ્થાશ્રમને વખાણનાર પેલા ચળવળીઆએની શી ગતિ થશે? તેમની મને દયા આવે છે કે અરે ચેતન! ભવીતવ્યતાથી નિગોદ અને નારકીમાંથી નીકળી આ મનુષ્યભવ પામ્યા, તેમાં પણ અન્ય જાતિમાં નહીં જતાં શ્રાવક કુળમાં ઉત્પન્ન થયા
અને ઉત્તમોત્તમ એ જૈનધર્મ પામ્યા છતાં તેમને આવી દુષ્ટ બુદ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com