________________
પ્રકરણ ૨૩ મું.
“આમાં મારી સલાહ શા કામની? મને તો કાંઈ સમજણ પડે નહીં, પણ એટલું કે આપણને હરત ન આવે તે પ્રમાણે કરજે.”
તે માટે તે ચિંતા કરવી નહીં, મને બહારનો ભપકે રાખતાં આવડે છે તે તો તારા જાણ્યામાં છે. હમણાં કેટલાક સાધુઓ ઉપશ્રયમાં છે, ત્યાં બે ત્રણ આંટા મારીશું. મહારાજની જરા ચાકરી ઉઠાવીશું, અને ધર્મને 3ળ વધારે કરીશું, એટલે શ્રીમંતોની એાળખાણ થવાની, તેમાંથી કેટલાકને ફસાવીશું. લાલભાઈ શેઠ પણ સાધુના ભક્ત છે, વળી તેમના માનીતા આચાર્ય સૂર્યવિજય મહાવીર જયંતી ઉપર અત્રે આવવાના છે. તેથી તેમની હુંફથી કામ પણ લેવાશે. મહારાજ અને લાલભાઈ કહેશે તે કામ ઉપાડીશું એટલે બેડે પાર. બહારથી ધર્મમાં ખપીશું, એટલે આ ધંધાની કોઈને માલમ પણ નહીં પડે. વળી આપણે ધણુંધણઆણું છીએ તેથી કોઈને શંકા પણ લાવવાનું કારણ નહીં રહે. દુઃખ ઘણું દિવસ ભગવ્યું, હવે તે આપણે ખૂબ મેજ મારીએ. ઘણું દિવસની ભુખ લાગી નાખીએ. તારા માટે એક ઍપમાં જઈ દાગીના પણ લઈ આવવા છે, થોડા દિવસ થાય કે ખાસ મેટર રાખી તેને શેઠાણું તરીકે ફેરવું ત્યારે મારા મનની ઉમેદ પૂરી થાય. મેં તને ઘણું દુઃખ આપ્યું છે તે મને સાંભરે છે ત્યારે ખૂબ જીવ બળે છે. તારા જેવા રત્નની હું પરીક્ષા પ્રથમ કરી શકો નહીં. હવે મને ઘણજ પસ્તાવો થાય છે.”
ના ના, જીવ બાળશે નહીં, મારા સમ જીવ બાળે તે, પાછલું ભૂલી જાઓ, હવે તે જેટલો આનંદ ભોગવવો હોય તેટલો ભોગવે, તમારું મન જરા પણ દુઃખાવવા માગતી નથી. તમે કહેશે તે પ્રમાણે ચાલીશ.” એમ કહી વિલાસની વાત ઉપર ચડી ગઈ અને બટન દબાવી બત્તી ગુલ કરી પ્રકાશથી ઉદ્દભવતી લજજાને તિલાંજલિ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com