________________
પ્રકરણ ૩ જુ.
નહીં પડે; વખત જતાં શાંતિ વળશે, એકલી નિરાધાર જેવી થઈ પડી એટલે તેને વધારે લાગી આવે તેમાં નવાઈ નથી.”
“પણ એજ વિચાર રાખે છે કે જરા તેને શાંતિ વળે તે પછી અત્રે લાવું તે ઠીક. ઘરને માલીક એવો નિર્દય છે કે તેની માના મરણ પછી બીજા જ દિવસે ભાડાની ઉઘરાણું કરવા કોઈ ઉદ્ધત માણસને મોકલ્યો. છ માસનું ભાડું ચડેલું હતું, તે સરિતાને ગમે તેમ બોલવા લાગ્યા. આ બીના મારા પિતાશ્રીના જાણવામાં આવી કે તરત જ તેમણે ચડેલું તમામ ભાડું પેલા માણસને ચુકાવી આપ્યું અને ઘર પણ ખાલી કરીને સેપી દીધું. મારી બાને સ્વભાવ એવો પ્રેમાળ છે કે સરિતાને જરા પણ ઓછું આવવા દેશે નહીં. મેં પણ ઘણે દિલાસો આપ્યો છે, અને થોડા દિવસ પછી અત્રે આવવા તેને આગ્રહ કર્યો છે, તે સરલા સાથે અત્રે રહેશે, અને ધીમે ધીમે દુઃખ વિસારે પડશે. આ પ્રમાણે તજવીજ કરી છે. આ તે વચ્ચે વાત કરી.
ખાસ તમને મળવાનું કારણ એ છે કે અત્રે થોડા દિવસથી પેલા અયોગ્ય દીક્ષાના હિમાયતી આચાર્યશ્રી સૂર્યવિજયજી મહારાજ પધારેલા છે, તેમની સાથે બીજા આઠ દસ સાધુએ છે અને કેટલીક સાધ્વીઓ પણ આવેલી છે. તે આચાર્ય કલેશત્પાદક એ ઉપનામથી જગજાહેર છે તે તમને ખબર તો હશે.”
માલતી મારફત એવું જાણવામાં આવ્યું છે, સાધ્વીના ઉપાશ્રયમાં સાધ્વીઓ તેમ જણાય છે, પણ આપણું ઉપાશ્રયમાં તો કઈ સાધુ જણાતા નથી તેનું શું કારણ?”
ભાઈ રસિકલાલ ! તેમાં ઉડે ભેદ સમાયેલું છે ? તમે જાણો છો કે આપણે ઉપાશ્રય ખુલ્લો છે. તેમાં કોઈ એરડીઓ કે બંધ બારણું કરી બેસાય એવાં સ્થાન નથી. ઠલ્લાની પણ જેવી જોઈએ તેવી ઉમદા સવડ નથી, તેથી સાધુઓએ આપણું મટી જૈન ધર્મશાળામાં પડાવ નાખે છે. આગળ મોટા મેડે છે તેમાં જેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com