SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું. સ્ત્રીની દદયવીણા - (લલિત વૃત્ત). અરર હાય રે! શું હવે કરું? પતિ મુકી જશે! ક્યાં હવે ઠરું ? જીવ મુંઝાય છે! શાંતિ ના વળે! ટળવળું અરે ! દેહ આ બળે ! ૧ પ્રિય પતિ! તમે કે દયા ધરો, ગરીબ દાસીને ત્યાગ શું કરે ? વચન લગ્નનું કેમ વિસરે ? હદયમાં અરે! યાદ તે કરે. ૨ પરણી લાવીને, પ્રેમ પાઈને, કરી તમારી છે સ્નેહ સાંધીને, અળગી તે હવે કેમ રે થશે? પતિ વિના પ્રિયા પ્રાણ ત્યાગશે. ૩ વડીલ બંધુઓ ! જ્ઞાતિ મહાજને ! અરર શું તમે બેલી ના બને ? ગરીબ આપની પુત્ર માનજે, મદદ આપીને દુઃખ ટાળજો. ૪ નવ તમે મને હાય જે કરે, ઉડી જશે અને સ્વામી માહરે, અધિક શું કહું ? અર્જ એટલી, વિરહ જેવી હું ખીલતી કળી. ૫ શિખ દઈ કંઈ સ્વામીને તમે હઠ મુકાવી દો દુખના સમે, મતિ સીધી કરે માગું એ મુખે, પતિ કને રહે મહા સુખે. ૬ મારા સુજ્ઞ દયાળુ સજજનો ! ઉપર પ્રમાણે ટળવળતી – અરે મુરી મરતીરેક સ્ત્રીના દુઃખી હૃદય રૂપી વીણાના તારમાંથી દુખના રણકારને ધ્વનિ ગાજી રહેશે. તે સાથે જે આપ તેની માના – અરે પુત્રના ભાવી વિયોગના આઘાતથી પીડિત બનેલી નિરાશા નાખતી તેની જનેતાના – હૃદય રૂપી વીણુના તારને આપની દયાભરી આંગળીથી જરા છેડશે તે તેમાંથી નીચેના કરૂણ રસથી ભીંજાતા સૂરે આપના અંતઃકરણને કરૂણાથી ભીનવી નાખશે, સાંભળ માની હદયવીણા, (ભેખરે ઉતારે રાજા ભરથરીએ રાહ) આ શું સૂઝયું મારા દીકરા ? એ ટેક. ભાઈ ! ઉછેરી માટે કર્યો, વેઠી સુખ દુઃખ ભારજી, પરણુ ઘણી હોંશથી આણ ગુણવંતી નારજી. આ શું. ૧ અમને તજવાનું હાય છે, છોડીને ઘરબાર છે, બુદ્ધિ સુઝી તને ક્યાંથી આ ? તજવા માત ને નારજી. આ ૦ ૨ ખોળા હું પાથરું દીકરા ! કાંઈ કરને વિચારજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy