________________
નદીકિનારે, મેટરમાં સુંદર દસ્ય.
આવે છે, ઉપાશ્રયમાં સુઈ રહે છે, મા અને સ્ત્રીની આંતરડી કકળાવી રહ્યો છે. તેમના રૂદનથી કઠોર હૃદય પણ પીગળી જાય. આ પ્રમાણે મુનિ મહારાજ દીક્ષાને ઉપદેશ અને પોતાની મુરાદ કોઈપણ ઉપાયે બર લાવવા સાધકની મદદથી પૂરજોશથી વર્તન ચલાવી રહ્યા છે. આપણી જ્ઞાતિનું આ કુટુંબ ટળવળે અને આપ સર્વ જોઈ રહી મદદ ન કરે તે ખરેખર ખેદ ઉપજાવનારી વાત છે. શું તેની સ્ત્રી અને માની હૃદયભેદક દશા જોઈ આપના કોમળ હૃદયમાં દયા નથી આવતી ?
જીવદયાના ઉપાસકો મારા સુજ્ઞ જૈનબંધુઓ અને ન્યાતના અગ્રેસરે ! આપને દયાને ઉભરે બહાર પાડે ! સ્ત્રી અને માની આંતરડી ઠારે ! સ્ત્રીને ધણી ગયો એટલે બાકી તેને શું રહ્યું ? તે બિચારીનાં માબાપ પણ મરી ગયાં છે તેથી કોઈ આંસુ લ્હોઈ આશ્વાસન આપનાર પણ નથી. દીકરા દીક્ષા લેવાને છે એવા વિચારની સાથે મા બેભાન થઈ ભય પટકાય છે. આવા દુઃખી કુટુંબ તરફ દયાની લાગણી બતા અને મુનિ મહારાજને વિનંતી કરી દીક્ષા આપતાં અટકાવે, તેવા અયોગ્ય કામમાં ભાગ ન લો, તેવા કૃત્ય તરફ તિરસ્કારની નજરથી જુએ, મુનિ મહારાજની શરમમાં રહી આપની દયાનું બળીદાન ન આપો, સત્ય વસ્તુ જાહેર કરી બળતાને ઠારવામાં આપને જીવદયાને ધર્મ સમાયેલો છે, નહીં કે આંખ આડા કાન કરી તેમનો જીવ સંતાપવામાં. આવા કુટુંબની મદદમાં રહી અયોગ્ય કામમાં મદદ આપનાર બંધુઓને શીખામણ આપે. જે તેમ કરવામાં પાછા હઠશે તે સ્ત્રી અને માની શી દુર્દશા થશે તેને ખ્યાલ કરે, પોતાના છોકરાને કે પિતાની માને કે પોતાની સ્ત્રીને છાની રીતે દીક્ષા આપવામાં આવે છે તે તે વખતે તેમને શેધી કાઢી ઘેરે લાવી સંસારી કપડાં પહેરાવવા કટીબદ્ધ થાઓ છે તે આ બિચારા નિરાધાર કુટુંબની વહારે કેમ ધાતા નથી ? જ્ઞાતિબંધુના કુટુંબોને પોતાના જેવાંજ ગણવાં જોઈએ. “આત્મવત સર્વ મૂતેષુ ચ પરથતિ પતિ ! જે સર્વને પિતાના આત્મા સમાન જુએ છે તે જ ખરું જુએ છે.” આવી સમદષ્ટિ રાખવી જોઈએ.
શા. શશીકાંતના કુટુંબની કેવી દયાજનક સ્થિતિ ઉભી થયેલી છે તેને શુદ્ધ દિલથી વિચાર કરે. તેમના દુઃખી હૃદયનો ચિતાર જાણ હોય તે તેમની હૃદયવીણાના તારને જરા છેડી જોશે તે વીણાના તારમાંથી નીચેના વિલાપના સૂરે આપની આંખોને આંસુથી ભરી દેશે. શુદ્ધ ચિત્તથી સૂરના વનિનું શ્રવણ કરો -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com