________________
૩૨
પ્રકરણ ૫ મું.
છે. તે તે લાભ લેવાને શું અમારે અધિકાર નથી? એ બહાને ભક્તિ તો છે ને?
એમ વાતવિદમાં નદીકિનારે ઉતરી તેઓ ફરવા લાગ્યાં. નર્મદા નદી મંદ મંદ તરંગે ઉછાળી ચાલી રહી હતી. આ બંને દંપતી પ્રેમાળ સંતોષી અને સુખી હોવાથી ખરેખરું સૃષ્ટિસૌંદર્યનું રસપાન કરી રહ્યાં હતાં.
“પ્રજાપકાર એક આન, પ્રજાપોકાર” એમ બેલ બેલતે એક ફેરીએ ત્યાં આગળ આવ્યો કે રસિકલાલે એક આને આપી એક પ્રત લીધી. પાનું ઉથલાવતાંજ “જનો ધ્યાન આપશે?” એવું મથાળું મેટા અક્ષરે વાંચવામાં આવ્યું કે ફેરીઆને પાછો બોલાવી. બીજા ત્રણ આના આપી ત્રણ પ્રતે લીધી.
ભાઈ ચંદ્રકુમાર! વકીલ નવનીતરાયની વાત ખરી પડી. તે પેલા બાગમાં કહેતા હતા કે પ્રજાપકારમાં દીક્ષાના બીજા કીસ્સા વાંચશે. તેની જ આ શરૂઆત જણાય છે” એમ કહી એક બેંચ ઉપર બેસી રસિકલાલે તે લેખ વાંચો શરૂ કર્યો–
જેને ધ્યાન આપશે?
દીક્ષામાં દયાનું બળીદાન.
મા અને સ્ત્રીના દુખની હૃદયવીણા. મારા દયાળુ જૈનબંધુઓ ! આપને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે ગાંધારીના રહીશ શા. શશીકાંત સુખલાલ પોતાની વીસ વરસની યુવાન પત્ની બાઈ પ્રભાવતીને તરછોડી તેને નિરાધાર જેવી સ્થિતિમાં મુકી, પચાસ વર્ષની વિધવા માતાની આંતરડી કકળાવી, તેમની આજીજીને ઠેકર મારી, તેમને નેટીસે આપી દીક્ષા લેવાને બહાર પડે છે તે આપ સારી રીતે જાણે છે. તે કુટુંબનું પાલન કરનાર ઘરને મોભી છે, આવા એક યુવકને અયોગ્ય દીક્ષાના એડવોકેટ આચાર્યશ્રી સૂર્યવિજયજીના શિષ્ય શ્રી શુદ્ધિવિજયજીએ ત્રણ ચાર માસથી ઉપાશ્રયમાં પોતાની દીક્ષાની જાળમાં સપડાવી દીધું છે. તેના
મગજમાં દીક્ષાનું ભૂસું ભરી દઇ ચિત્ત ભરમાવી દીધું છે. ઘેરે ખાવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com