________________
નદી કિનારે, મેટરમાં સુંદર દશ્ય.
૩૧ ~~ ~ ~ પચીસ વરસને યુવાન સાધુ છે, તેની ઘણું ઘણી વાતો થાય છે, સાંભળવા પ્રમાણે તે પેલી તારા સાથે વધારે પરિચયમાં છે. તેમને
ત્યાં દિવસમાં ત્રણ વખત વહેરવા જાય છે. ડસા પોતે તે સાધુને પિતાને ત્યાં વહોરવા લઈ જાય છે, માણેકપુર ગામે ચોમાસું રહ્યા હતા, ત્યાંનાં તેમનાં પિકળ મેં ઘણું સાંભળ્યાં છે. જેમને જાત અનુભવ થયો છે એવી કેટલીક સ્ત્રીઓએ એવી બાધા લીધી છે કે તે સાધુ જ્યારે એકલા વહારવા આવે અને ઘરમાં પતે એકલી હોય ત્યારે તેમને વહોરાવવું નહીં. એવી હલકી પ્રતિષ્ટાવાળા એ ચકરવિજયજી છે. એ અવગુણ સૂર્યવિજય આચાર્યમાં નથી પણ આવા ચેલાને પોતાની સાથે રાખે છે અને ખાસ માનીતા ચેલા તરીકે માને છે તેથી લોકે આચાર્યની પણ વાત કરે છે.”
રસિકલાલે કહ્યું “અનુમાન બરાબર છે, ગરબામાં તેજ સાધુ ઉપરની બારીથી તારાને ધારી ધારીને જતા હતા, તે લીલા અમારા બંનેના જોવામાં આવી હતી, આજે આપણે ફરી આવી, ઘેર જઈ વખત થાય એટલે ત્યાં જવું. એક પંથ ઓર દે કાજ. પ્રભુદર્શન થશે અને તમારે જેવાશે.”
માલતી બેલી “એમ બોલી આત્માને છેતરશે નહીં. બેમાંથી એક કામ કરો. ભગવાનના દર્શન કરવાં હોય તે દર્શનની શુદ્ધ ભાવનાથી જાઓ અને દર્શન કરી પાછા વળે. અને જે લીલા જેવી હોય તે વચ્ચે ભગવાનનાં દર્શનને ફજેત કરશે નહીં.”
રસિકલાલે જવાબ આપે “એજ ખુબી છે. ધર્મના ઓઠા નીચે ગમે તેવાં પાપ સેવીએ તે પણ પુણ્યમાંજ ગણવામાં આવે છે. ખુલાસે લેવો હોય તો આચાર્યશ્રીને પુછી જુઓ. આજે રાત્રે તારાબાઈ જેવી સ્ત્રીઓ કેવી ભક્તિ કરે છે તે તમે જુએ, બિચારી સારી ઘણુએ બિરીઓ હશે તે શુદ્ધ ભાવથી ભાગ લેતી હશે તેમને ભાવ ત્યાં પુછાશે નહીં, પણ કેટલીક તે માત્ર ચાળાજ બતાવવા આવે છે તેમને ભાવ પુછાય છે. આનો લાભ કેટલાક અંધશ્રદ્ધાળુ ભક્તો લે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com