________________
છુપી દીક્ષાની અફવા અને તપાસ.
૮૭
ચંદ્રકુમાર “શેઠ ધરમચંદ ! આજે તમારા વિચારે જાણી મને ઘણો જ આનંદ થયો છે અને તમારા પ્રત્યે મને ઘણું જ માનની લાગણી ઉત્પન્ન થઈ છે. આ પ્રમાણે તમે બધી રીતને ઉડો અભ્યાસ કરેલ છે તેની તો ખરેખર મને આજે જ ખબર પડી. હું તો તમને અંધ શ્રદ્ધાવાળા માનતે હતે પણ તમે તે બરાબર પરીક્ષા કરવાવાળા છે.” એમ કહી તેમના માટે ચા મંગાવી.
રસિકલાલ પ્રસન્ન મુખે કહેવા લાગ્યો, “ધરમચંદ શેઠ! જે હું એક મીનીટ વહેલો ઉઠે હેત તો આ આપણે ભેટો થાત નહીં અને આ હકીકત જાણવાની અને તમારું ખરું સ્વરૂપ ઓળખવાની મને તક મળત નહીં. સારું થયું કે આપણે અચાનક મળ્યા અને મનના મેલ દુર થયા. આપણા આચાર્યશ્રી ક્યારે જવાના છે તે જાણવામાં છે?”
ધરમચંદ–“પરમ દિવસે મહા વદ બારશના સવારે સાત વાગે વિહાર કરી જવાના છે, તે પહેલાં જવાના નથી, એ વાત નક્કી છે.
ચંદ્રકુમાર વચ્ચે બોલ્યો “કેમ કાંઈ વેપારના નવા સમાચાર ?”
શેઠે જવાબ આપ્યો “હું તે હમણાં સાધુઓના કામકાજના વેપારમાં પડો છું એટલે કશીજ ખબર નથી. અઠ્ઠાઈ ઉત્સવ, દીક્ષાના વરડા અને નવકારશ્રી જમાડવાના કામમાં થોડી મહેનત છે? હું તો ભાવતાલ જાણવા આવ્યો છું.”
ચંદ્રકુમારે આવેલા તારે તેમના આગળ મુક્યા અને તે વાંચી ત્યાંથી વિદાય થયા. તેમના ગયા પછી ચંદ્રકુમાર અને રસિકલાલ ખુબ હસ્યા.
“ચંદ્રકુમાર! તને પણ વાત ઠીક જમાવતાં આવડે છે અને સામાનું દિલ આકર્ષ લેવામાં સારી બુદ્ધિ પહોંચે છે. તેં જરા તેમને ચડાવ્યા એટલે તે ચડયા અને થોડી ઘણું વાત બેસી ગયા. જરૂર છુપી દીક્ષા અપાઈ હશે. જોઈએ છીએ પેલીસ કેવી રીતે પગલાં ભરે છે” એમ કહી રસિકલાલ પિતાને ત્યાં ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com