________________
(૮
પ્રકરણ ૧૩ મું.
પ્રકરણ ૧૩ મું.
પનાઈની સહેલગાહ, ઘારાસભાને હેવાલ, હૃદયદ્રાવક અને હાસ્યજનક દૃષ્ટાંત
દેહરે. જ્યાં સુધી હદમાં રહે પાપ અને અન્યાય, ત્યાં સુધી દુનિયા મહીં વાત નહીં ચર્ચાય. પણ જ્યારે તે જાય છે છોડીને હદ બહાર,
ત્યારે ઢેલ પીટાય છે જાણે સૌ નર નાર. –લેખક. સંધ્યા સમય થયો કે રસિકલાલ માલતી સાથે નર્મદા નદીના કિનારે ફરવા જવા નીકળ્યો. રસ્તામાંથી ચંદ્રકુમાર અને સરલાને સાથે લીધાં. નદીકિનારે આવી એક એવારા ઉપર બેઠાં. આ વખતે વકીલ નવનીતરાય અને તેમની પત્ની સાગરિકા એક પનાઈમાં બેશી નદીની સહેલગાહ કરવાની તૈયારીમાં હતાં, એટલામાં આ બે જોડાં નજરે પડ્યાં કે તેમને સાથે આવવા આગ્રહ કર્યો. તેમણે તે આગ્રહનો સ્વીકાર કર્યો અને એ જણ પનાઈમાં ગોઠવાઈ ગયાં.
પનાઈને શઢ ચ. પવન અનુકૂળ હોવાથી હલેસાં વગર પનાઈ ચાલવા લાગી. આવાં સહેલાણુની બીજી પનાઈઓ પણ ઘણી નજરે પડતી હતી. નદીના મધ્ય ભાગમાંથી બંને કિનારાની રચના ઘણી જ મનહર લાગતી હતી. પવનની લહરીઓ પણ ખુશનુમા વાતી હતી.
વકીલ નવનીતરાયે ખીસામાંથી “કનકનગર સમાચાર” નામનું વર્તમાનપત્ર કાઢી રસિકલાલની આગળ નાખ્યું. સાગરિકાએ હસીને કહ્યું “આજે આ છાપામાં ઘણું જ વાંચવાનું છે. તમારી જૈનેની દીક્ષા તે કનકનગરમાં ગયા અઠવાડીઆમાં મળેલી ધારાસભામાં ચડી. દીક્ષાના કાયદાને ખરડો લાવવાની પરવાનગી પણ મળી ચુકી.”
માલતી બેલી “ઠીક થયું, તેમ થવાની જરૂર હતી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com