________________
પ્રકરણ ૧૨ મું. wowestermann
ચંદ્રકુમાર–“ આજે એક ઉડતી ગપ આવી છે કે આચાર્ય અને બે સાધુઓ ખુબ લડયા અને તે સાધુઓ રીસાઇને ચાલ્યા ગયા. કાંક દીક્ષાને વાંધો આવ્યો હતે. કહેનાર બરાબર સમજાવી શકો નહોતો. આ બાબત કાંઈ તમારા જાણવામાં છે?”
ધરમચંદ--“તમને કહીએ ? કાંઈ કહેવા જેવું જ નથી. ગાજતું વાજતું માંડવે આવશે. આચાર્ય કાંઇ કામ બતાવ્યું હશે તે તેમને ઠીક નહીં લાગ્યું હોય તેથી ના પાડી હશે. આચાર્યના મનથી એમ આવ્યું કે અમારી આજ્ઞા ઉથાપે છે. આચાર્યને ક્રોધ કેવો છે તે તમે જાણો છો. બોલ્યા અને તકરાર થઈ. હું તો જાણે જોઈને વચ્ચે પડે નહીં. આજે નવકારશ્રી થઈ જાય એટલે ગંગા નહાયા.. મેટા આચાર્યને બેલાવવા એ હાથી ઘેરે બાંધવા બરાબર છે. રંગે ચંગે જાય એટલે નિરાંત. હું કાંઈ થડે કંટાળી ગયો નથી. કેટલીક તમારી બાબતે તે મને ગમે છે પણ ધર્મની હેલના થાય છે તેની ખાતર સહન કરું છું અને બોલતું નથી. સાધુઓની પણ બાર ગાદલાં ભુલો થાય છે.”
ચંદ્રકુમાર–“ત્યારે તમે તેમને ખાનગીમાં શીખામણ ન દે અને સુધારવાનો પ્રયત્ન ન કરે?”
ધરમચંદ–“પુછો પેલા ન્યાતના શેઠ મનસુખલાલને. ખાનગીમાં તે હું તેમને ઝાટકી નાખું છું, કઈ કઈ બાબતમાં તે એવી ભુલ કરે છે કે હું તમને શું કહું? હમણાં ત્રણ દિવસ ઉપરજ બન્યું છે અને તે જ કારણથી પેલા બે સાધુઓ રીસાયા છે. શું તમને ઝાઝું કહીએ? એટલામાં સમજી લેજે. રોકકળ કરાવી છોકરાને સંતાડી દીક્ષા આપવી અમને પસંદ પડતી હશે? પરંતુ શું કરીએ ? સાધુની વાત કરવાથી નરકવાસી થઈએ એટલે તેમનાં પોકળ એમ ને એમ દાબી રાખીએ છીએ. ભેંશનાં શીંગડાં ભેંશને ભારે, તેમનાં કર્મ તેમને ખાશે. આપણે તે સાધુની ભક્તિ કરી આપણી શ્રાવકની ફરજ બજાવીએ છીએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com