________________
છુપી દીક્ષાની અફવા અને તપાસ.
૮૫
ઍફીસમાં આવ્યા. ત્રણ જણની ત્રિપુટી મળી. ધરમચંદ રસિકલાલની પીઠ થાબડી મશ્કરીમાં કહેવા લાગ્યા “આ બડી પહોંચેલી બુટ્ટી છે, આમંત્રણ પત્રિકા વાંચવા તૈયાર ને પેલી કવિતાઓ લખવા પણ તૈયાર ! બંને બાજુ લકી બજાવતાં ઠીક આવડે છે. કેમ ચંદ્રકુમાર ! ખરી વાતને ?”
ચંદ્રકુમારે ઠંડે કાળજે જવાબ આપ્યો–“તમારા જેવા જ્યારે એમની પીઠ ઠકનાર મળે ત્યારે શા માટે એવા ગુણે તેમનામાં ન આવે ? એ તો તમારા જેવાની મહેરબાનીને પ્રતાપ છે. મારે અભિપ્રાય પુછો તે મારે કહેવું પડશે કે તમે બંને સરખા છે, બલકે તેવી બે બાજુ ઢેલકી બજાવવામાં તમે ચડીઆતા હશે. જુઓને, તમે ન હેત તે આચાર્યનો સંઘ કેદારજી પહોંચવાનો હતો ? તમે હતા તો. અઠ્ઠાઈ ઉત્સવ ભણાવ્યો, હા ના કરી દીક્ષાઓ અપાવી, મેળાવડામાં પત્રિકાઓ વંચાઈ છતાં તે કામ પણ ગમ ખાઈને સાધી લીધું. નહીં તે તોફાન થાત અને દીક્ષામાં વિઘ આવત. આવા ક્રોધી આચાયેને તો તમેજ સમજાવી શકે. તમે અને ન્યાતના શેઠ જે આ પ્રમાણે કુનેહથી કામ ન લે તે ગામ ગધેડે ચડે. તમારા જેવા કાબેલ અને સમયજ્ઞ મહાપુરૂષ સંઘમાં છે તેથી સૌની શોભા છે. નહીંતે હાલનો યુવકવર્ગ કેઈને ગાંઠે તે નથી. સહેજ બાબતમાં વિવાહની વરણી કરે છે.”
ધરમચંદ શેઠ આવા વખાણના શબ્દો સાંભળી જરા ફુલાયા અને કહેવા લાગ્યા “ભાઈ ચંદ્રકુમાર ! એ તો એમ કરીએ ત્યારે જ કામ પાર પડે. હું કાંઈ સમજતું નથી કે હાલના યુવાનીઆઓ અને કેળવાયેલા પુરૂષો આવા સાધુથી વિરૂદ્ધ છે ? મને તે બધા અનુભવ થયા છે, તડકા છાંયડા જોયા છે. આચાર્ય તે મેટા રહ્યા એટલે તેમને શું વધારે કહીએ ? તેમને ક્રોધ જાગે છે ત્યારે તે કોઈના નથી. સૌને ગાળો ભાંડે છે, મને પણ કોઈ વખત સંભળાવે છે પણ હું તેમની ગાળાને ખેસથી ખંખેરી નાખું છું. તે વખતે ગમ ખાઉં છું પણ એકાંતમાં એવી ચુંટલી ભરી સમજાવું છું કે તે બકરી બની જાય છે
અને સિંહની ગર્જના ભૂલી જાય છે. કુંચી જાણવી જોઈએ.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com