________________
વ્યાખ્યાનમાં આચાર્યને કૈધાગ્નિ.
૪૭
સાંભળી શીયાળ બોલ્યો દાખે દલપતરામ
અન્યનું તે એક વાંકુ આપનાં અઢાર છે. આ કાવ્યના શબ્દોએ આચાર્યના શ્રવણમાં પ્રવેશ કર્યો કે ક્રોધાયમાન થઈ તે બોલ્યા “જોયું શેઠ ? છે કાંઇ મર્યાદા ? મને ઉંટની ઉપમા આપવામાં આવી.”
એ તે નાદાન છોકરા પાછળ ભસે, આપણાથી કાંઈ તેમના જેવું થવાય?” એમ કહી બંને જણ મહારાજને વંદના કરી ત્યાંથી વિદાય થયા. જાણે જેલમાંથી છુટયા હોય તેવો તેમને ઘડીભર આભાસ થયો.
રસ્તામાં ચાલતાં ચાલતાં શેઠ કહેવા લાગ્યાં “ધરમચંદ! તમે આ વધારે ધામધુમ કરી તેનું આ પરિણામ આવ્યું. રાત્રે ગરબાની ગોઠવણ ન રાખી હોત તો આ બનાવ બનવા પામત નહીં. તમે પેલી વંડી ગયેલી રાંડ તારાડીને હજુ ઓળખતા નથી. તમે ઘણું વખત તેના ધણીને અને તેને સાથે લઇ મોટરમાં ફરવા જાઓ છે, તેથી કે તમારી પણ ટીકા કરે છે. મારા ઉપર ખોટું લગાડશે નહીં, આજે આટલી વાત નીકળે છે ત્યારે તમારા હિતસ્વી તરીકે તમને કહેવાની ફરજ પડી. આવી સ્ત્રીને તમે મારા માને ચડાવી ગરબામાં ગાવા ઉભી રાખો ત્યારે લોકે આંગળીઓ કરે એમાં શી નવાઇ? વાંકજ તમારે છે ને ? જેટલું વ્યવહારથી આગળ ચાલીએ તેટલું પસ્તાવું પડે. ઘણુએ અઠ્ઠાઈ ઉત્સવ થાય છે પણ આવું તે આજજ જાણ્યું માટે મારી સલાહ એવી છે કે મહારાજને કઈપણ પ્રકારે શાંત કરે, નહીં તે તેમના ભવાડા બહાર આવશે અને મહારાજ ફજેત થઈને નીકળશે. બધી બાજી તમારા હાથમાં છે. માટે
ન્યું તમે ઉપાડયું છે તેવું તમે નિર્વિને પાર પાડે. મને ખાત્રી છે કે પેલા ચારવિજયે આચાર્યના કાન ભંભેર્યા હશે માટે તેને સમ
જવવાથી સઘળું પાર પડશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com