________________
પ્રકરણ ૭ મું.
શેઠે વિચાર કરી કહ્યું “સાહેબ! આવી હઠ ન લેવાય, અમે ઘેર જઈ બારીક તપાસ કરી બોલનારને આપની પાસે લાવી માફી મગાવીશું!” આ પ્રમાણે સામસામી સ્વાલ જવાબમાં લોકો ધીમે ધીમે ખસવા લાગ્યા, તે દેખી આચાર્ય ગુસ્સે થઈ ઉતાવળા અવાજે બોલ્યા “કેમ જવા માંડયું ? શું તમારા મનને સમજે છે ? અમારું અપમાન કરે છે?” આ પ્રમાણે આચાર્ય બોલતા રહ્યા અને લોકો તે તેમનું નહીં ગણકારતાં નીચું જોઈ ઘેર જવા લાગ્યા. મુદ્દાના પંદર વીસ માણસે રહ્યા. પછી ધરમચંદની સામું જોઈ આચાર્યશ્રીને કેધ હાથમાં નહીં રહેવાથી બધી રીસ તેમના ઉપર ઉતારી તે આંખ ચડાવી બોલ્યા, “ધરમચંદ ! આ બધું તારા લીધે જ થયું છે. તારા અઠ્ઠાઈ ઉત્સવમાં મારા પવિત્ર ચેલા ચકારવિજયને કલંક ! તું એવા લોકોને કેમ ધર્મશાળામાં પેસવા દે છે?”
આ પ્રમાણે કલેશને ટોપલે ધરમચંદને માથે પડવાથી કેટલાક લાગ સાધી ત્યાંથી ખસી ગયા અને ખસતાં હસતાં ન્યાતના શેઠ અને ધરમચંદ એમ બે ગૃહસ્થ આચાર્યની નજર આગળ ઉભા રહેલા જણાયા. આ સ્થિતિ બનેલી જોઈ ધરમચંદે કહ્યું “સાહેબ! બધા ગયા, હવે અમે બે જણ શું કરીએ ? બપોરે બાતમી મેળવી શોધી કાઢી આપનું મન મનાવીશું” એમ આચાર્યને સમજાવી ત્યાંથી ઉઠાડી મેડા ઉપર લઈ ગયા. તેઓ મેડા ઉપર ગયા કે એક બટકબોલો છોકરે નીચેનું કાવ્ય ઉતાવળે બેલવા લાગ્યો
(મનહર છંદ) ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભંડાં ભૂતલમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે, બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કુતરાની પૂંછડીને વાંકેજ વિસ્તાર છે, વારણની સુંઢ વાંકી, વાઘના છે નખ વાંકા,
ભેંશના માથે તો વાંકાં શીંગડાને ભાર છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com