________________
૬૯
દીક્ષાની આમંત્રણ પત્રિકાનું વાંચન. unaonanamin શ્રીએ સમયસુચકતા વાપરી શેઠની જોડે બેઠેલા રસિકલાલને આંગળી કરી કહ્યું “રસિકલાલ તમે આમંત્રણ પત્રિકા વાંચે. શેઠ આજે ઉતાવળમાં ચશ્મા ઘેર ભૂલી ગયા છે તેથી તેમને વાંચતાં ફાવતું નથી. માટે વાંચવાની તસ્દી તમે લે.”
રસિકલાલ તરતજ ઉભે થયો અને શેઠના હાથમાંથી પત્રિકા લઈ નીચે પ્રમાણે બુલંદ અવાજે વાંચવા લાગ્યો–
|| શ્રી વીનાય નમઃ | परम पवित्र प्रव्रज्यामहोत्सवप्रसंगे
*यः संसारनिरासलालसमतिर्मुक्त्यर्थमुत्तिष्टते । यं तीर्थ कथयति पावनतया येनास्ति नान्यः समः । यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभं जायते । स्फूर्तिर्यस्य परावसन्ति च गुणा यस्मिन्स संघोऽर्थ्यताम् ॥
સુગુરૂચરણકમલોપાસક, સમ્યકત્વ મૂળદ્વાદશત્રત સમારાધક, પરમ દેવગુરૂભક્તિકારક, સમાનધાર્મિક બધુવર્ગવાત્સલ્યધારક, ધમપ્રેમી, માર્ગાનુસારિવાદિ ગુણગણવિભૂષિત, સર્વસટ્ટુણાલંકૃત, સમસ્ત શ્રમણોપાસક, શેઠ સાહેબ.
ગ્યશ્રી ભદ્રા પૂરીથી લી. સકળસંધ તરફથી શેઠ મનસુખલાલ હરખચંદના પ્રણયપૂર્વક જય જીનેન્દ્ર વાંચશોજી, અત્રે શ્રીસંઘમાં શ્રીદેવગુરધર્મપસાયે આનંદ મંગળ વર્તે છે.
જેની બુદ્ધિ સંસારનો ત્યાગ કરવા તરફ અર્થાત્ વૈરાગ્ય માર્ગ તરફ વળે છે અને મુક્તિને અર્થ સાવધ રહે છે, જેને પવિત્રતાને લીધે તીર્થરૂપ કહેવામાં આવે છે, જેની સમાન બીજે કાઈ પણ નથી, જેને તીર્થંકર પાતે નમસ્કાર કરે છે (વ્યાખ્યાન સમયે નમો તિથ્થસ્સ કહે છે. જેના વડે સજનેનું કલ્યાણ થાય છે, જેને મહીમા ઉત્તમ પ્રકારે પ્રવર્તે છે, જેમાં ગાંભીર્ય
ય, આદાય વીગેરે સદગુણે વસે છે એવા ચતુર્વિધ સંઘની, હે ભવ્યજને ! પૂજા કરે, ભક્તિ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com