________________
७१
પ્રકરણ ૧૦ મું.
વિશેષ વિનંતી સાથે અમે વિનવીએ છીએ કે પંચમહાવ્રતધારક, સમ્ય જ્ઞાન ક્વિાન્વીત, ઉત્તમોત્તમ ગુણાલંકૃત, સરસ્વતી કંઠાભરણ, શાસનોન્નતિપરાયણ, પ્રાતઃસ્મરણીય, આગમાદ્ધારક, સકળ સિદ્ધાંત મહેદધિ, ન્યાયવિશારદ, વાચસ્પદી, કવિકુલ કિરીટ, તર્કવ્યાકરણાદિ વિવિધ શાસ્ત્રજ્ઞ શીરોમણી, સુનીતિભાસ્કર, જગતગુરૂશાસનસમ્રા, પ્રવચનત ક્રિયાકલાપ, પંચપ્રસ્થાનમય શ્રીસૂરિમંત્રસમાધારક, મહામહોપકારી, કૃપાસિંધુ, સકળ હૃદયસંશય વિદારક, ભદધિતારક, અખંડ સુખશાંતિદાયક, દયાનિધિ, મોક્ષમાર્ગદર્શક, ધર્મસ્તંભ તપોનિષ્ટ, રિચકચકવત, તપાગચ્છાધિપતિ ભટ્ટારક પરમપૂજ્ય આચાર્ય મહાધિરાજ શ્રીશ્રી શ્રીશ્રી ૧૦૦૮ શ્રીમાન વિજયસૂર્યસૂરિશ્વરજી મહારાજ સાહેબના સદુપદેશથી અત્રેના પોપકારી બારવ્રતધારી શેઠજી કસ્તુરભાઈ અભયચંદ તથા કનકનગર નિવાસી શેઠજી મગનભાઈ ઉમેદચંદનાં ધર્મરાગી સુપુત્રી અખંડ સૌભાગ્યવતી ચતુરાબેન પિતાના નિર્મળ હૃદય અને પવિત્ર શુદ્ધ ભાવથી માહ વદ ૭ ના સવારે બરાબર કલાક ૯ને ૧૭ મીનીટે (ટેંડર્ડ થઈમ) પરમ મંગળકારી, મુક્તિદાયક દીક્ષા ઉપરત આચાર્યશ્રીની પાસે અંગીકાર કરવાનાં છે. તે નિમિત્તે સવારે સાત વાગે ગાજતે વાજતે વર જૈન ધર્મશાળામાંથી નીકળી શહેરમાં ફરી વિકટેરીઆ દરવાજે આવેલી સાર્વજનિક વાડીમાં ઉતરશે જ્યાં દીક્ષાની ક્રિયા કરવામાં આવશે. તમામ ક્રિયાઓ શાસ્ત્ર પ્રમાણે વિધિ સહિત બરાબર વખતસર સાધવાની હોવાથી સૌ ભાઈ બેને વહેલાં તૈયાર થશે. આવા મંગળકારી વોડામાં અને દીક્ષા સમારંભમાં સહકુટુંબ અને મિત્રમંડળ સહિત પધારી જિનશાસનની શોભામાં વૃદ્ધિ કરશે.
આ સાથે જણાવવાની રજા લઈએ છીએ કે શેઠ ધરમચંદ તરફથી બાઈ ચતુરાના દીક્ષા નિમિત્તે માહ વદ ૭ ના રેજ તથા તેમના અઠ્ઠાઈઉત્સવ નિમિત્તે માહ વદ ૯ ના રોજ સ્વામીવત્સલ છે. તે સાથે શેઠ કસ્તુરભાઈની દીક્ષાના ઉલ્લાસ અથે તેમનાં ધર્મપત્ની અ. સે. તારાબાઈ તરફથી માહ વદ ૧૦ ના. દિવસે પણ સ્વામીવત્સલ છે માટે આવા અલભ્ય પ્રસંગને લાભ લેવા પ્રમાદ નહીં સેવતાં જરૂર પધારશે એવી આશા છે. ભદ્રાપુરી-જૈન ધર્મશાળા લ. શ્રી ચતુર્વિધ સંધપાદપંકજ સેવક
| ન્યાતના શેઠ મનસુખલાલ હરખચંદના માહ વદ ૬. J
જીતેન્દ્ર વાંચશોજી.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com