________________
દીક્ષાની આમંત્રણ પત્રિકાનું વાંચન.
૭૧
ઉપર પ્રમાણે નિમંત્રણ પત્રિકા એવી છટાથી અને સ્પષ્ટ ઉચ્ચારથી રસિકલાલે વાંચી કે સૌ તેના ઉપર ખુશી થઈ ગયાં. અને તેની મુક્ત કંઠે પ્રશંસા કરવા લાગ્યાં. “અરે વાંચતા વાંચતાં જીભના કકડે કકડા થઈ જતા હતા” એમ કહી કેટલાંક સ્ત્રી પુરૂષો તારીફ કરતાં હતાં. “આવો કઈ ન્યાતને શેઠ પાકે તે હમણાં ન્યાતમાં સુધારો થાય, જે શેઠ કંકુત્રી ન વાંચી શકે તે આપણે શું કલ્યાણ કરશે? ઠીક થયું કે મહારાજે ચશ્માનું બહાનું કાઢી શેઠને બેસાડી દીધા, નહીં તે આજે પૂરેપૂરે તેમને ફારસ હતે.”
આમ ઉગારે નીકળવા લાગ્યા અને લોકો રસિકલાલ તરફ આકર્ષાયા. પત્રિકામાં આચાર્યના નામની આગળ લાગેલાં વિશેષણની લાંબી શબ્દાવલી રસિકલાલે ખાસ ભાર દઈ ધીમે રહી મધુર સાદે સ્પષ્ટ ઉચ્ચારથી વાંચી સંભળાવ્યાથી આચાર્યના હદયનો આનંદ ઉભરાઈ જતો હતો. સમજુવર્ગ તે તે અતિશયોક્તિ ભરેલાં વિશેષણ તરફ હાસ્યની દૃષ્ટિથી જેતે હતે.
એટલામાં દુરથી અવાજ આવ્યો કે “કંકુત્રીમાં સહી તો શેની બળી છે પણ વાંચતાં તે શેઠને જાણે ટાઢીએ તાવ ચડ્યો હોય એમ ધ્રુજવા લાગ્યા તેનું શું કારણ? જેની સહી હોય તેણેજ પત્રિકા વાંચવી જોઈએ જેથી લોકો સમજે કે લખનાર પિતે છે કે કોણ છે? મોટા મોટા જડબાતોડ શબ્દોમાં વખાણ કર્યા છે તે તમામ જ્ઞાન આચાર્યમાં છે કે કેમ તેને ખુલાસે શેઠ આપશે ?”
“એ તો એમજ ચાલે” એમ રસિકલાલે હસીને કટાક્ષમાં જવાબ આપી ટુંકામાં પટાવ્યું.
આ પ્રમાણે આજનું વ્યાખ્યાન પૂરું થયું અને સભા વિસર્જન થઈ. શહેરમાં ઠામ ઠામ છુટથી આ દીક્ષામહોત્સવની નિમંત્રણપત્રિકાઓ ધરમચંદના ખાંધીઆઓ છુટથી વહેંચવા મંડી પડયા. કેટલીક તો બુક પોસ્ટ કરી ટીકીટ લગાડી ટપાલ પેટી ભરી નાખી. શહેરમાં દીક્ષા ને દીક્ષાની વાતે ચાલી રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com