________________
૩૨૪
પ્રકરણ ૩૩ મું.
- દશરથલાલ–“ મારું નામ દશરથલાલ. આ સાધ્વીનું સંસારીપણનું નામ શું હતું?”
યુવક-“ચતુરાબાઈ હતું.” દશરથલાલ–“તે ક્યાં પરણ્યાં હતાં ?”
યુવક–“તે તે તે જાણે. તે બાબતની અમને ખબર નથી. ગયા શીયાળામાં ભદ્રાપુરીમાં તેમણે દીક્ષા લીધી હતી. જાણવા પ્રમાણે દીક્ષા લીધી ત્યારથી જ માંદાં પડેલાં છે. ”
આ બધી વાતચીત સાધ્વી ખાટલામાં પડયાં પડયાં સાંભળતાં હતાં તેમણે કહ્યું “ભાઈ દશરથલાલ ! મારે હેવાલ સાંભળો હોય તે અંદર આવે, તે સાંભળી ખેદ થશે. હવે તે મરણ આવે અને મારા જીવને આ ખેળીઆમાંથી લઈ જાય તે સુખ થાય. મારે માટે કેટલાં બધાંને તસ્દી ઉઠાવવી પડે છે ? પેલાં બે સાધ્વીઓએ મારી એવી ચાકરી કરી છે કે તે જે ન હતી તે મારા શરીરમાં કીડા પડયા હોત. હમણાં આ બધાં ચાકરી કરી રહ્યાં છે. સૌની હું દેવાદાર થઈ ચુકી છું.” એમ લાચારી બતાવી હદય ભરાઈ જવાથી રડવા લાગ્યાં. તે જોઈ દશરથલાલે દિલાસે આ “એમ કચવાશે નહીં. જેવો પાપને ઉદય ! ધીરજ રાખે, સૌ સારું થશે. પણ મહારાજ ! સંસારીપણાનું તમારું સાસરું ક્યાં ?”
ચતુરશી—“મારું સાસરું આ કનકનગરમાંજ છે. મેં ગયા. માહ વદ ૭ ના રોજ દીક્ષા લીધી છે. મને પાછળની વાત સંભારતાં. ઘણુંજ દુઃખ થાય છે. વાત કરવા જેવો પ્રસંગ આવશે તે કરીશ. કરેલા કામને પસ્તા કરે હવે શું વળવાનું છે?”
દશરથલાલ–“તમારે સંસારી૫ણાનાં સાસુ સસરા છે?” ચતુરશ્રી–“ના.”
દશરથલાલ–“સધવા અવસ્થામાં દીક્ષા લીધી હતી કે વિધવા અવસ્થામાં ? ”
ચતુરશ્રી–“સધવા અવસ્થામાં દીક્ષા લીધી છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com