SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ-રચનાત્મક કાર્યક્રમ ૧૫૫ ગંભીર પરિણામ આવે છે. પ્રાચીન કાળને દાખલો રાવણ અને અવૉચીન કાળનો દાખલો જર્મન કૈસર છે. કેસરે દરેક સાથે બગાડયું, છેવટે અમેરીકાને પણ સંભળાવ્યું કે તું પણ લડવા આવી જા. લોભની મર્યાદા રહી નહીં. અમેરીકા લડાઈમાં ઉતર્યું, અને આખરે કૈસરને સખ્ત હાર ખાવી પડી. આ શાનું પરિણામ ? ચક્રવતી થવાની લાલસાનું. આજ પ્રમાણે અયોગ્ય દીક્ષાના હીમાયતી સાધુઓની દીક્ષાની લાલસા એવી વધી ગઈ છે કે તેનું પરિણામ કેસર જેવું આવશે. મારા જેવા કે રસિકલાલ જેવા ઉપર ભલે હુમલા કરે પણ હવે તો તેવા આચાર્યથી અસહકાર કરી યુવકે તેમની સામે ચડાઈ કરી વિજયને વાવટો ફરકાવવા તૈયાર થયા છે. મને લાગે છે કે સૂર્યવિજય આચાર્યને વિનાશકાળે વિપરિત બુદ્ધિ સુઝી છે. હું સાધુ સમાજને ચહાવાવાળે છે, તેમની આવશ્યક્તા પણ છે, પણ આવા અયોગ્ય દીક્ષાના હિમાયતી સાધુઓને અને ગૃહસ્થાશ્રમને ધિક્કારનાર સાધુઓને તે વિરોધી છું. આવા સાધુઓની દીક્ષા પ્રવૃત્તિ તેડી નાખવાજ આ સમાજની સ્થાપના થઈ છે અને કામ કરનાર ઉત્સાહી યુવકેને શું કામ આપવું તેને નિર્ણય કરવા આ સભા મળી છે. મને પણ આ સમાજની સેવા કરવા અને ઉદ્દેશ પ્રમાણે કામ કરવા અધિષ્ઠાતા દેવો સંપૂર્ણ તાકાદ આપે (તાળીઓ). આટલું કહી આજનું કામ શરૂ કરવા વિનંતી કરી બેસી જવાની રજા લઉ છું. ઓમ શાંતિ ! શાંતિ ! શાંતિ ! આ પછી સમાજના સેક્રેટરી રા. દિનકરલાલે વિગતવાર નીચે પ્રમાણે રચનાત્મક કાર્યક્રમનો ઠરાવ રજુ કર્યો. ૧ હાલમાં જે અયોગ્ય દીક્ષાઓ અપાય છે તે અટકાવવા આ સમાજના અંગે ગામે ગામ પ્રચાર સમિતિઓ સ્થાપવી. ૨ આ સમિતિના સભ્યોએ જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં ભાષણ આપવાં, લોકમત કેળવ અને સ્ત્રી પુરૂ કે છોકરા છોકરીઓને સંતાડ્યાની ખબર પડે કે તરતજ. તેમની હકીકત મેળવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy