________________
૧૫૬
પ્રકરણ ૧૯ મું.
કેની જાણ માટે વર્તમાનપામાં પ્રકટ કરવી અને યોગ્ય લાગે તો પોલીસમાં જાહેરાત આપવી.
૩ એવી રીતે ગુમ થયેલા ઈસમનાં માબાપ કે સગાં વહાલાને દરેક પ્રકારની મદદ કરવી. કદાચ વિરૂદ્ધ પક્ષવાળા વાંધે ઉઠાવે અને સરકારની મદદ મેળવવા જેવું હોય તે તે મેળવવી. કદાચ સાધુઓને
ટો પક્ષ લઈ તેમના ભક્ત શ્રાવકે લડવા આવે તે તેમની સામે યોગ્ય પગલાં ભરવાં. કોર કેસ ચડે તો આપણું પક્ષને સર્વથા મદદ કરવી.
૪ આવી સ્થપાયેલી પ્રચાર સમિતિઓએ પિતાના હેવાલો ભદ્રાપુરીની હેડ ઍફીસમાં મોકલી આપવા.
૫ આ સમાજ તરફથી જે જરૂર જણાય તો “અયોગ્ય દીક્ષાનિષેધ” નામનું અઠવાડીક પત્ર કાઢવું. પ્રચાર કામ કરવામાં જે કોઈના ઉપર આફત આવે તો તેને આ સમાજે દરેક પ્રકારની મદદ કરવી.
૬ ગુરૂઓના અયોગ્ય ત્રાસથી પીડાતાં સાધુ સાધ્વીને સહાય આપવી અને તેમને દુખમાંથી મુક્ત કરવા પ્રયત્ન કરવા.
ઉપરના ઠરાવ ઉપર જુદા જુદા ગૃહસ્થનાં વિવેચન થયા બાદ તે ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
તે પછી પ્રમુખની આજ્ઞા લઈ માલતી બેન ભાષણ કરવા ઉભા થયાં કે તાળીઓના ગડગડાટ થઈ રહ્યું. તેમણે મધુર કંઠે જણાવ્યું
પ્રમુખ મહાશય, ભાઈઓ અને બેને ! આજે મારું હૃદય ખાલી કરવાને મને જે અચાનક લાભ મળ્યો છે તે માટે પ્રમુખને ઉપકાર માનું છું. હું સ્ત્રી છું તેથી સ્ત્રીઓનું હદય કેવું નરમ હોય છે તે સારી રીતે જાણું છું. પુરૂષોએ અમને એવી સ્થિતિમાં મુકી છે કે ચૂં કે ચૅ કરવાનો અમને અધિકાર નથી. હું તે એમ સમજતી હતી કે અમારા પક્ષમાં સાધુઓ હશે, કારણ કે તેઓને દયાળુ કહેવામાં આવે છે, રાગદ્વેષથી રહિત ગણવામાં આવે છે પણ હું તે જ્યારથી સમજણું થઈ છું ત્યારથી જોઈ રહી છું કે કેટલાક સાધુઓમાં તે દયાને છાંટે પણ જોવામાં આવતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com