________________
૧૫૪
પ્રકરણ ૧૯ મું.
તે તે બધાનું એજ પરિણામ કલ્પી શકાય કે આપણું નૌકા ભવિધ્યમાં એક દિવસે મહાસાગરમાં ડુબી જાય છે તેમાં આશ્ચર્ય નથી.
આ પ્રમાણે પ્રાચીન અને અર્વાચીન પરિસ્થિતિને ખ્યાલ કર્યા શીવાય અને તેની સાથે આપણે પોતાની સ્થિતિની સરખામણું કર્યા શીવાય માત્ર જુની પ્રણાલિકાને જ વળગી ચાલવાથી મને તે શંકા છે કે આપણી કામની શી દશા થશે !
સમયાનુસાર આપણું રીવાજો, વર્તન અને ધર્મનું બંધારણ રહેશે તો જ ફાયદો થવાનું છે. આપણે જોઈએ છીએ કે આવા વિચારવાળા કેટલાક આચાર્યો અને ઘણું મુનિમહારાજે છે તેથી આપણે ખુશી થવા જેવું છે (તાળીઓ) પણ દિલગીરી એટલી થાય છે કે અયોગ્ય દીક્ષાવાળા આચાર્યોએ આવા આચાર્યોથી અસહકાર કર્યો છે અને તેમને સુધરેલા સાધુ કહી વગોવે છે. તેઓ કનકનગરમાં કેટલાંક વર્ષોથી સ્થાપન થયેલી “વર્ધમાન વિદ્યાલય” જેવી ઘણુંજ ઉપયોગી સંસ્થાને તેડી નાખવા પ્રયત્ન કરી રહ્યા છે, લોકોને ઉપદેશ કરે છે કે તે સંસ્થામાં બધા અધમ અને અંગારા પાકે છે માટે તેમાં પૈસા આપવાથી પાપ છે. હશે તેની ચિંતા નહીં. આપણે તે તેવીજ સંસ્થાઓને તન મન અને ધનથી મદદ કરવાની છે. (તાળીઓ) આપણે તે સમયાનુસાર ચાલનાર સાધુઓની પ્રવૃત્તિને ટેકે આપવાનું છે. આપણું ગૃહસ્થાશ્રમને સુધારવા જે મુનિમહારાજે પ્રયત્ન કરશે અને આપણી જીવનનૌકાને સહીસલામતજ હિંસા રતે લઈ જશે તેજ પૂજાશે એવું મારું ચેકસ માનવું છે. જે ગ્રહ
સ્થાશ્રમ ઉપર સાધુસમાજ અવલંબીને રહેલો છે તે ગૃહસ્થાશ્રમને ધિક્કારનાર સાધુઓને સત્કાર થવાનું નથી. ઝાડની જે ડાળ ઉપર બેસવું તેજ ડાળ કાપવાથી બેસનારનું શું પરિણામ આવે તે નાનાં છોકરાં સમજી શકે તેવી સહેલી વાત છે.
ગૃહસ્થ ! અતિ લોભ તે પાપનું મૂળ. જ્યાં સુધી દરેક વસ્તુ હદમાં હોય છે ત્યાં સુધી ઠીક છે, પરંતુ જ્યારે તે હદ મુકે છે ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com