________________
સંમતિપત્ર કે હદયનો બળાપે ?
૫૩
છે. મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મારી આવી માંદગીમાં તે આવા પ્રકારનો મને આનંદ આપવાને પ્રસંગ પ્રાપ્ત કરાવી શકે છે. તેમના મનોબળ ને તેમની દઢતાને ધન્યવાદ ઘટે છે. સાધુ અને સાધ્વી પ્રત્યેના તેમના પ્રેમને જોઈ મને હર્ષ થાય છે. આવા ધર્મ આત્માના પવિત્ર કામમાં હું વચ્ચે આવું તે મોટામાં મેટે પાપી ગણાઉં. હું તો હવે થોડા દિવસને કે થોડા માસને આ દુનિયાને પરણે છું, મારી સાથે તેમનું બગાડવું મને દુરસ્ત લાગતું નથી કે તેમાં પાપ સમજું છું, માટે તમે સુખેથી તમારી દીકરી ચતુરાને દીક્ષા અપાવજે. જે ધર્મપસાયે આ અસાધ્ય રોગ માંથી બેઠે થઈશ તો જરૂર તેમને વાંદી મારી જાતને કૃતાર્થ કરીશ.
વળી તમે આચાર્ય શ્રી સૂર્યવિજયજી પાસે દીક્ષા અપાવે છે અને તેમના સમુદાયનાં સાધ્વી કંચનશ્રીનાં ચેલી બનાવવા માગો છો તે જાણીને હું ઘણાજ ખુશી થયો છું. કાગળ આથી પણ વધારે લાંબે લખી , હૃદયને ઉભરે બહાર કાઢવા વિચાર હતું પણ હવે થાક લાગવાથી અને ડાકટરની સલાહ પ્રમાણે વધુ તસ્દી લેવાની મનાઈ હેવાથી આટલું લખી બંધ કરું છું. થોડું લખું ઘણું કરી માનજે. જેવો ભાવ રાખે છે તે ભાવ રાખજો. અને તમારી દીકરીને કહેજો કે જાણતાં અજાણતાં મન વચન અને કાયાથી કઈ પણ પ્રકારને મારે અપરાધ થયું હોય તે મિચ્છામિ દુક્કડમ. પત્ર લખે તો નીચેને સરનામે લખશે. કનકનગર. )
લી. આપને સરકારી હૈસ્પીટલ. રમણિલાલ કરસનલાલ નાણાવટી. બી. એ.
આ પ્રમાણે અક્ષરે અક્ષર પત્ર વંચાઈ રહ્યા પછી તે પત્ર ચંદ્રકુમારના હાથમાં મુકી ધરમચંદ શેઠ કટાક્ષમાં બોલવા લાગ્યા જુઓ આ અંગ્રેજી ભણેલા છે. બી.એ. થયેલા છે, પણ કેવા વિચારના છે? ધર્મ ઉપર કે પ્રેમ છે ? ભલે પિતે નહીં પાળતા હોય પણ જે પાળે છે તેને માટે કેવી લાગણી ધરાવે છે! આવાં રત્નો જ્યારે સમાજમાં પાકશે ત્યારે આપણે ઉદ્ધાર થવાનું છે. પોતે જાતે દુઃખ ભગવ્યું અને મિત્રની મદદ માગી પણ તેમની ધર્મપ્રેમી સ્ત્રીની ધર્મક્રિયા અટકાવી નહીં. ધન્ય છે તે બે જણને.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com