________________
૫૪
પ્રકરણ ૮ મું.
ચંદ્રકુમારે ધીમે રહી કટાક્ષમાં જવાબ આપ્યો “તમે એક વાર ધન્યવાદ આપે છે તે હું બે વાર ધન્યવાદ આપું છું. કે ઉમદા સંમતિપત્ર લખ્યો છે? રમણિકલાલ જેવા જ્યારે પાકશે ત્યારે જ ઉદ્ધાર થવાનો છે તે તમારી વાતને હું સંપૂર્ણ રીતે ટેકો આપું છું.”
આવી રીતે શરૂ થતા સંવાદને અટકાવવા વચ્ચે ન્યાતના શેઠ બોલ્યા “ હવે આપણે મુદ્દાની વાત ઉપર આવીએ.”
આચાર્ય–“ચતુરાબાઈ જે અત્રે આવેલી છે તે દીક્ષા લે તે છે હવે કોઇને વાંધે? જુઓ આ મગનભાઈ બેઠા છે તે ચતુરાના બાપ, મા નીચે ઓરડીમાં બેઠી છે, અને આ હમણાં જે પત્ર વાંચ્યું તે તેના પતિ રમણિકલાલની સંમતિનો પત્ર. કહે હવે કોઈની શંકા છે?”
ન્યાતના શેઠ—“મહારાજ ! હવે બીજા કોને વાંધે હોય ? સારું મુહૂર્ત શેધી કાઢો. ધરમચંદ દીક્ષાનું બધું ખરચ ઉપાડી લેવા તૈયાર છે. તે દિવસે નવકારશ્રી પણ જમાડવાના છે. મારે તે સંબંધી તેમની સાથે વાત થઈ ગઈ છે.”
આચાર્ય–“મેં તે દીક્ષાનો દિવસ કયારનો શોધી કાઢયે છે, માહ વદ ૭ નો દિવસ ઉત્તમમાં ઉત્તમ છે. આજે પાંચમ થઈ. વચ્ચે આખો એક દિવસ છે. આ સાતમો દિવસ એવો શ્રેષ્ટ છે કે જે કોઈ આ દિવસે દીક્ષા લે તે પિતાનું કામ જલ્દી સફળ કરી શકે. આવો યોગ પચીસ વરસમાં આવ્યું નથી અને ભવિષ્યનું ટીપણું જોતાં પણ જણાય છે કે પચીસ વરસમાં આવનાર નથી. ન ભૂતો ન ભવિષ્યતિ જેવું મુહૂર્ત છે. જેને લાભ લે હોય તે લે. ગયો. વખત ફરી આવવાને નથી.”
આ શબ્દો સાંભળી જરા મશ્કરીમાં શેઠ ધરમચંદ કહેવા લાગ્યા “કસ્તુરચંદભાઈ ! આચાર્યશ્રીએ કહ્યું તે સાંભળ્યું ? આ દિવસ ફરીને આવશે નહીં. સેનેરી તક છે. તમે ઘણું દિવસથી દીક્ષા લઉં, દીક્ષા લઉં” એમ વાત કરી રહ્યા છો. બે વરસથી તો ચોથા વ્રતની બાધા પણ લીધેલી છે. બારવ્રતધારી શ્રાવક છે. માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
o
છે,