________________
પર
પ્રકરણ ૮ મું.
સમય; અમે તે સમય અને વાતાવરણને ઓળખીને ચાલવાવાળા છીએ. આપણે ધર્મ સ્યાદવાથી ભરેલો છે તે તમે નથી જાણતા ? લે ધરમચંદ શેઠ! કાગળ વાંચે.” મહારાજને હુકમ થતાં ધરમચંદ શેઠે કાગળ હાથમાં લીધો અને ચશ્મા ચડાવી વાંચવા લાગ્યા-- મુરબ્બી શ્રી મગનભાઈ ઉમેદચંદ.
કનક્નગરથી લી. રમણિલાલ કરસનલાલના જયજીનેન્દ્ર વાંચશે. આપને પત્ર મળે. આ૫ની દીકરી ચતુરાની ઇચ્છા દીક્ષા લેવાની થઈ છે તો તેમાં મારી પૂરેપૂરી સંમતિ છે. હું લગભગ જ્યારથી માંદગીના બીછાને પડયે છું, ત્યારથી તેમની મનોવૃત્તિ ધર્મ તરફ વધારે દેરાયેલી છે તે મારી જાણ બહાર નથી. આજ કલ કરતાં છ માસ થવા આવ્યા. દિન પ્રતિ દિન રેગ ઘટવાને બદલે વધતો જાય છે. જે ભાવમાં હશે તે બનશે. નેકરીમાં જોડાયે ચાર વરસ થયાં. હાલ તે હું બીનપગારે રજા ઉપર છું. મારા શેઠ મને પાછા નેકરી ઉપર રાખશે કે કેમ તેની મને શંકા છે. પગારમાંથી જે કાંઈ બચત કરી હતી તેમાંથી અત્યાર સુધી મેં મારું નિભાવ્યું. હાલમાં એક મારે મિત્ર છે તે મારી સારવાર કરે છે. તમારી દીકરીનું મન ધર્મ તરફ વધારે હોવાથી હું જાતે તસ્તી ઉઠાવતા પણ તેમને તકલીફ પડવા દેતો નહીં. સાંજે સવારે બપોરે મને ઘણી ઘણી વખત જરૂર પડતી છતાં હું તેમના પ્રતિકમણ અને સામાયિકને ભંગ પડવા દેતા નહતા; કઈ કઈ વખત પોસહ કરતી ત્યારે પણ મારા મિત્રને ત્યાંથી ખાવાનું મંગાવી ચલાવી લેતો. મને એમ લાગ્યું કે આ રેગમાંથી હું હવે બેઠો થવાનું નથી તેથી મારા મનમાં એવો વિચાર થયે કે મારું તે બગડવાનું છે પણ તેમનું શા માટે બગડવા દેવું? એક માસથી મિત્રોની સલાહથી હૈસ્પીટલમાં આવ્યો છું. બીછાનાવશ જેવી સ્થિતિમાં છે. તમારી દીકરીએ એકાદ દિવસ મારા મિત્રોની સ્ત્રીઓ સાથે મને સુખશાતા પુછવા માટે તસ્દી લીધી હતી. મને તેમની કોમળતા જોઈ દયા આવતી. કારણ કે તમારે ત્યાં આરામમાં ઉછરેલી પુત્રીને મારા જેવા લાંબી માંદગીના ભેગા થઈ પડેલા કમનસીબ દરદીની સારવારની તસ્વી ઉઠાવવી મુશ્કેલ થઈ પડે. વળી સાધુ કે સાધ્વીનું મન દુખાય તેવું કાંઈ પણ કરવા હું તેમને ના પાડત. જ્યારથી તમે તેમને દીક્ષા આપવાની વાત મને કાગળથી જણાવી છે ત્યારથી મને ઘણો જ આનંદ થયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com