________________
અઠ્ઠાઈ ઉત્સવમાં દીક્ષા પ્રવૃત્તિ.
૫૧
“કેમ કાંઈ નવાજુની છે ?” “ના, તેવું કાંઈ નથી, પણ કઈ બે જણે પરગામથી આવેલાં છે.”
શેઠે તરતજ બીડી ફેંકી દીધી અને પાઘડી અંગરખું ચડાવી ધર્મશાળામાં ચાલ્યા. તેમને દાદરમાં ચડતા દેખી મહારાજ કહેવા લાગ્યા “જુઓ ! ચતુરાના બાપ મગનભાઈ આવ્યા. અમે કાંઈ એવી છુપી દીક્ષાઓ આપતા નથી. બધા લોકો શંકા ઉઠાવી વાત કરતા હતા તેને બધે ખુલાસો તેમના જમાઈના કાગળથી થઈ જાય છે. ચતુરાની મા પણ આવી છે, તે નીચે ઓરડીમાં છે.”
શેઠે કાગળ હાથમાં લઈ ઉપર ઉપરથી વાંચી ભાવાર્થ જાણું લીધે અને “આજે બપોરે પૂજામાંથી ઉઠી દીક્ષાની વાત હાથમાં લઈએ” એમ કહી શેઠ, મગનભાઈ તથા તેમની વહુને જમવા માટે તેડી જવા નીચે ચતુરાની ઓરડીમાં ગયા. થોડાક આગ્રહ પછી તે બંને શેઠને ત્યાં જમવા ગયાં.
ઘર આગળ જમતાં જમતાં દીક્ષા સંબંધી બધી વાત શેઠે મગનભાઈ પાસેથી જાણું લીધી. જમ્યા પછી શેઠે ધરમચંદને પોતાને ત્યાં બોલાવી ખાનગીમાં બધું નકકી કરી નાખ્યું.
બપોરે પૂજા ભણાઈ રહ્યા પછી તેઓ મેડા ઉપર આચાર્યશ્રીની સમક્ષ ભેગા થયા. રવિવાર હોવાથી ચંદ્રકુમાર પણ આવ્યા હતો. આચાર્ય ચતુરાને દીક્ષા આપવાની વાત છેડી.
આચાર્યના હાથમાં ચતુરાના ધણીના કાગળનું સબળ હથીઆર આવવાથી જાણે મહાન વિજયડંકો મેળવ્યો હોય એમ આચાર્ય તાડુકીને બોલ્યા “કેટલાક ભામટાએ ખોટી બેટી શંકાઓ લાવી કહેતા હતા કે “બાઈ સધવા છે માટે તેના ધણની સંમતિ હોવી જોઇએ” ક્યાં ગયા તે શંકા ઉઠાવનારા ? તેમને લાવીને બતાવો આ કાગળ, અને કહે કે તમારી આંખો ફડે. અમે કાંઈ લૂટારા કે ચેર નથી કે બીજાની સ્ત્રીઓ ઉપાડી જઈ સાધ્વીઓ બનાવીએ, કે છાની રીતે છોકરા ઉપાડી માથું મુંડી ચેલા બનાવી દઈએ. જેવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com