________________
૫૦
પ્રકરણ ૮ મું.
પ્રકરણ ૮ મું.
અઠ્ઠાઇ ઉત્સવમાં દીક્ષા પ્રવૃત્તિ. સંમતિપત્ર કે દદયને બળાપે?
( હરિગીત) જ્યાં સ્વાર્થને કઇ ઉપાયે સાધવાનો સ્વાલ છે, ત્યાં ન્યાયી કે અન્યાયી કૃત્યેનો નહીં કૈ ખ્યાલ છે, લખનારની છે સંમતિ કે હદયને ઉકળાટ છે ?
સુખી કે Èખી છે તે અરે તેને નહીં ઉચાટ છે.–લેખક.
ચકોરવિજયજીએ જેવી રીતે આચાર્ય સૂર્યવિજયના કાનમાં મંત્ર ભણું ક્રોધાગ્નિ પ્રકટાવ્યો હતે તેવી રીતે પાછો બીજો મંત્ર ભણી અગ્નિ ઉપર પાણી છાંટી અગ્નિ શાંત પાડી દીધે. વ્યાખ્યાનમાં તે વાત ઉપર બીલકુલ પડદો પડી ગયો.
અઠ્ઠાઈ ઉત્સવના પાંચમા દિવસે એટલે કે માહ વદ પાંચમે પેલી દીક્ષાભિલાષી ચતુરાબાઈનાં માબાપ બપોરના ૧૧ વાગે આવી પહોંચ્યાં અને તેજ ધર્મશાળામાં ચતુરાની ઓરડીમાં ઉતારે કર્યો. આચાર્ય મહારાજને વાંદી સુખશાતા પુછી તેમના હાથમાં ચતુરાના બાપે કાગળ મુક્યો.
કાગળ બહુ લાંબો હતો પણ ઉપર ઉપરથી સારાંશ વાંચી લઈ મહારાજ મલકાયા અને “શાબાશ છે મગનભાઈ !” એમ કહી ધર્મશાળામાં કામ કરનાર નોકરને બોલાવી તેને ન્યાતના શેઠને તેડવા મોકલ્યો.
- આચાર્યશ્રી જ્યારથી પધાર્યા હતા ત્યારથી ન્યાતના શેઠને આચાર્યની સેવામાં હાજર ને હાજર રહેવું પડતું હતું. જમીને હાથ જોઈ પાટ ઉપર બેશી બીડી ફૂંકી મંદ મંદ ધુમાડા કાઢતા વિચારમાં બેઠા હતા તેવામાં ધર્મશાળાને નોકર આવી કહેવા લાગ્યો “મહારાજ સાહેબ
એકદમ બોલાવે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com