________________
ખાનગીમાં ચકારવિજયજીની ચાલાકી.
૪૯
તેમને કેમ શેભે? માટે જે અમારે હેતુ બર લાવવો હોય તો બધી વાત મનમાંથી કાઢી નાખે અને મહારાજને સમજાવી દો. જે કુંચીથી તાળું ઉઘાડયું હોય તે કુંચીથી બંધ કરી દે.”
ચકારવિજયજી તારાની ભાષા સમજી ગયા; વાત એળવાથી ધારેલો હેતુ બર આવશે નહીં એમ સમજી તેમણે જવાબ આપ્યો “ધરમચંદ શેઠ! હવે તમે સુખેથી જાઓ, આચાર્યને જરૂર સમજાવીશ, બધી બાજી મારા હાથમાં છે, જાઓ સુખેથી, પણ વાત મનમાં રાખજે.”
ધરમચંદ ગયા, હવે રહ્યા ઘરડા ડેટા, તારી હતી ચાલાક, તેને કાંઈ શીખવવા જેવું નહોતું. તેણે સમયને લાભ લેવા ડોસાને કહ્યું “ઉપર કાતરેલી સોપારી છે તે લઈ આવે, મહારાજને વહેરાવવી છે.”
ડોસા બિચારા ભેળા, તે તો મહારાજને વહોરાવવાની વાત આવી કે હર્ષઘેલા બની આગળ પાછળ જેવાનાજ નહીં. ડોસા ઉપર ગયા કે તારાએ મહારાજને ઇસારો કરી સમજાવ્યા અને ધીમે રહી જણાવી દીધું કે “આ પ્રમાણે આચાર્યની હઠથી આપણા ધારેલા હેતુમાં ઘણું વિનો આવશે, અને બાજી બગડશે. માટે વાત પલટાવી નાખે. આપણું સંકેત પ્રમાણે બધી તૈયારીઓ મેં કરી રાખી છે. આજના બનાવથી ઘણું નુકસાન થયું છે પણ તે હું ચાલાકીથી સુધારી લઈશ. વાતને વધારે છેડવાથી ડોસા વહેમાઈ જશે તે તે હઠીલા હોવાથી દીક્ષા લેતા અટકશે અને મને છેડશે નહીં. છુટી ફરવા પણ દેશે નહીં. માટે આચાર્યને બરાબર સમજાવી લેજે.”
એટલામાં નીસરણું ખખડી, ડોસા નીચે આવ્યા “લો મહારાજ! કાતરેલી સેપારી તૈયાર છે” એમ કહી સેપારી વહોરાવી, અને મહારાજ ધર્મલાભ દઈ વિદાય થયા.
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com