________________
૧૮૨
પ્રકરણ ૨૨ મું.
આવ્યું. માના અકાળ મૃત્યુથી તેના કોમળ હદય ઉપર પડેલા ઘાને ભાઈના મેળાપથી અને આવી રીતે નવું નવું જેવાથી સહેજ રૂઝ વળતી હોય તેવું કઈ કઈ વખત આનંદથી વિકસિત થતા તેના મુખ ઉપરથી જણાઈ આવતું. વધારે સહવાસમાં આવવાથી “સરલા ભાભી, સરલા ભાભી કહી” છુટથી વાતમાં ભાગ લેતી. ઘણું વરસે મળેલા કલ્યાણને ભાઈ ભાઈ કહી વારંવાર બોલાવતી અને તેના મેઢેથી વીતેલી આત્મકથા સંભળતી.
અયોગ્ય દીક્ષ. પ્રતિબંધક સમાજ તરફથી ભરાયેલા મેળાવડામાં માલતીએ આપેલા ભારણથી અવંતીલાલ ઘણાજ ખુશી થયા હતા, તેમના હદય ઉપર ઊંડી છાપ પડી હતી. બીજા દિવસે સાંજે પ્રજાપિકારમાં મેળાવડાને પૂરેપૂરે હેવાલ પ્રકટ થયો, તેમાં ભગિની સમાજના પ્રમુખ મહાનતા અને સેક્રેટરી માલતીના ફેટા પણ આવ્યા. માલતીનું ભાષણ અયોગ્ય દીક્ષાના હીમાયતીઓને ઘણું જ આકરું લાગ્યું, પણ શું કરે? તેના ત્રણ દિવસ અગાઉ સાધુને કેરટને ભવાડે બહાર પડ્યો હતો. આમ ઉપરા ઉપરી બનાવો બનવાથી તેઓ માથું ઉપાડી બોલતા હતા તે બંધ થયા. - ચંદ્રકુમાર જમીને ઓફીસમાં જવાની તૈયારી કરતા હતા એટલામાં ટપાલવાળો કાગળ આપી ગયે. ચંદ્રકુમાર પત્ર ફેડી વાંચી અવંતીલાલને કહેવા લાગ્યો “બાપુજી ! અમરાપુરથી મારી બાને પત્ર છે. તેમાં લખે છે કે સરિતાના ભાઈ કલ્યાણને દીક્ષાના દુઃખમાંથી છેડાવી સરકારે તેમને સોંપ્યો તે જાણું અમે ખુશી થયાં છીએ. આજે બક્ષીપુર ગામથી સરિતાનાં મામા તથા માસી સરિતાને મળવા માટે આવ્યાં છે માટે જે હવે ત્યાં ખાસ કામ જેવું ન હોય તો સરિતાને લઈને આવવાનું કહેજે.”
સરિતાને બેલાવી ચંદ્રકુમારે પુછયું “બેન ! તારા મામા અને તારી માસી અમરાપુર તને મળવા આવ્યાં છે, તે તેને અમરાપુર તેડાવે છે માટે જવાની મરજી છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com