________________
સરિતાનાં મામા માસી.
૧૮૧
nanam તું રોકડે જવાબ તેમને આપી દેજે. શરમમાં રહીશ નહીં.”
આ પ્રમાણે વાતચીત કરે છે એટલામાં કેટલાંક બૈરાં ચતુરશ્રીની ખબર પુછવા આવ્યાં અને તે પણ વાતમાં જોડાયાં.
અહિં આચાર્ય તથા કંચનશ્રી ૩-૪ દિવસ રોકાયાં. વધારે રહેવાનો વિચાર આચાર્યો હતે; કારણકે અત્રે શશીકાંતને દીક્ષાની જાળમાં સપડાવવા શુદ્ધિવિજયને વિચાર ચાલતો હતો પણ અત્રે ધાંધલ થવાનો સંભવ હોવાથી તેને અન્ને દીક્ષા આપવાનો વિચાર માંડીવાળી માલિકા ગામે દીક્ષા આપવાનું નકકી કર્યું. તેથી તમામ સાધુઓએ ત્યાંથી વિહાર કર્યો અને સાધ્વીઓએ પણ પેલી ચતુરશ્રી ઉત્તમશ્રી અને ચંદનથીને ગાંધારીમાં મુકી આચાર્યની સાથે વિહાર કર્યો
પ્રકરણ ૨૨ મું.
સરિતાનાં મામા માસી.
(દેહ) ભેદ કદી નિજ ભાગ્યને પ્રથમથી નવ પરખાય, સારું નરસું એ બધું પરિણામે સમજાય. –લેખકસમય સમય બળવાન છે, નહીં પુરૂષ બળવાન, કાબે અર્જુન લુંટી, એડી અર્જુન એહી બાણ.
ચંદ્રકુમાર, સરલા, સરિતા અને કલ્યાણ એમ ચાર જણ સવારે જેવાની ખાતર બાગમાં આંટો મારી ત્યાંથી વળતાં એક ફેટોગ્રાફરની ટુડીઓ આગળ આવ્યાં કે ચંદ્રકુમારને ભાઈ બેનને ફોટો પડાવવાને વિચાર થયે, સરલાની સલાહ લીધી, અભિપ્રાય મળતો થયો કે તેઓ
ટુડીઓમાં દાખલ થયાં. જુદા જુદા પ્રકારના પાંચ છ ફેટા પડાવી નજીકમાં આવેલા શાંતિનાથના દેરાસરમાં જઈ દર્શન કરી ઘેર આવ્યાં. ત્રણ ચાર દિવસમાં સરિતાને કકડે કકડે આખું શહેર દેખાડવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com