________________
લાલભાઈને ત્યાં લગ્નોત્સવ-લગ્નમાં વિન.
૫૫
આવી અને મહારાજ ઉપર ઘણો જ તિરસ્કાર છુટ. ડોશી માથું કુટતી કુટતી તમ્મર ખાઈ નીચે પડી કે થાંભલાની કુંભી સાથે તેનું માથું જોરથી અથડાયું અને બેભાન થઈને ચતીપાટ પડી. આ જોઈ બધાં ગભરાયાં. માથામાંથી લોહીની ધારાઓ છુટવા લાગી અને ગંભીર સ્થિતિ થઈ પડી. લાલભાઈના બંગલામાંથી દવાઓ લાવી ઉપચાર કરવા લાગ્યા પણ ટેકી લાગી નહીં. શ્વાસ ધીમે પડવા લાગ્યો, પાસે ડોકટર રહેતું હતું તેને મોટર મોકલી બોલાવ્યા. તેના આવતા પહેલાં તે હદય ધબકવું બંધ પડી ગયું. આંખે પણ ફરી ગઈ.
ડેકટર આવીને શરીર તપાસવા લાગ્યો, હાથની નાડી જોઈ, હૃદય જોયું, આંખ તપાસી, નાક તપાસ્યું, પણ કાંઈજ નહોતું. દસ મીનીટ બારીક તપાસ કર્યો અને છેવટે જાહેર કર્યું કે “ડોશી મરી ગઈ છે. તેનામાં પ્રાણ નથી. માથામાં મગજ ઉપર સખ્ત ઘા થવાથી તેના પ્રાણ ગયા છે.”
આ બનાવથી સૌ સ્તબ્ધ થઈ ગયાં. આચાર્ય સૂર્યવિજયના મોં ઉપર ફીકાશ વળી ગઈ હરકેરબાઈ ક્રોધના આવેશમાં આવી બોલી “મહારાજ ! તેનો છોકરો આ હેત તો આ દશા થાત ? બાલો હવે શું કરવું? ચેલા મુંડવામાં તૈયાર છે અને વિદન આવે ત્યારે ખશી જાઓ છે.”
પછી તે લાલભાઈ સામે હાથ કરી ઠપકો આપવા લાગી “હું તો તમને ઘણી વખત ના પાડતી, પણ કેણ જાણે સાધુએ તમને શી ભભૂતિ નાખી છે કે તમે તેમની આંખેજ દે છે. વળી મોટી દીક્ષારક્ષક સભા કાઢી તેના પ્રમુખ થયા છે. બળી તમારી એ સભા. હું તે તેને “બાળભક્ષક” સભા માનું છું. (પછી મહારાજ તરફ જોઈ ) મહારાજ! છોકરો જ્યાં હોય ત્યાંથી લાવે એટલે તેને પાસે રાખી આ ડોશીને ઠેકાણે પાડીએ. રાતના ત્રણ ચાર વાગ્યા છે. કાંઈ વિચાર આવે છે?
પછી પેલા બે પોલીસના માણસે હતા તેમાંથી એક કહેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com