________________
૨૫૬
પ્રકરણ ૨૮ મું.
લાગ્યો “તેમના નવા મુંડેલા ચેલા કયાં છે તે અમે જાણીએ છીએ. મહારાજ નહીં બતાવે તે અમે લાવીશું અને બાઈઓને સંપીશું. પણ શેઠ સાહેબ ! હવે ડોશીની લાસનું અમારા ઇન્સ્પેકટર સાહેબ આવ્યા શિવાય બીજું કાંઈ થઈ શકશે નહીં. રીતસર જયુરી ભરવી પડશે અને કેરેનર બાળવાની રજા આપશે ત્યારે સ્મશાન ઉપર લઈ જવાશે.”
લાલભાઈ–“તમે ચેકસ જાણે છે કે તે કયાં છે?” પોલીસવાળો–“હા, બરાબર જાણીએ છીએ.”
ચાલો ત્યારે આપણે બધાં આપણું બંગલે જઈએ.”
એમ કહી પેલી બે બાઈઓને તથા બે છોકરાંને લઈ લાલભાઈ તથા હરકોરબાઈ પિતાને બંગલે ગયાં. હરકોર બાઈએ તેમને એક ઓરડામાં બેસાડી આશ્વાસન અને ધીરજ આપી.
લાલભુવનમાં એક બાજુએ એક ઓરડી હતી ત્યાં મડદાને ઉંચકીને લઈ ગયા અને તેના ઉપર કપડું ઓઢાડવામાં આવ્યું. પાસે બે માણસોને બેસાડવામાં આવ્યા. પેલા પોલીસના બે માણસોમાંથી એક લાલભુવનમાં રહે અને બીજે લાલભાઈના બંગલે સ્ત્રીઓ અને મેનેજર સાથે આવ્યો.
લાલભાઈની અંધ શ્રદ્ધાના પાટા હવે થોડા થોડા છુટવા લાગ્યા. અને આંખ ઉઘડી. બાલાભાઈ કહેવા લાગ્યો “તે તમને મૂળથી જ કહેતો હતો પણ તમે તે મહારાજની પાછળ ઘહેલા થઈને ફરતા હતા અને પૈસાનું પાણી કરતા હતા. જોયું ને ? શું પરિણામ આવ્યું ? આજે આપણે લગ્નના દિવસ ઉજવ્યો કે મહારાજની મોંકાણ માંડી ?”
લાલભાઈ કહે “મને વધારે કહેશે નહીં, જે કામ કરવાનું છે તે કરે, હવે આ બે બાઈઓના ધણને લઈ આવે, પોલીસના માણસની સાથે જઈ એ બંને સાધુઓને મોટરમાં બેસાડીને જલદીથી લાવો.”
મેનેજર તથા બાલાભાઈ પેલા પોલીસના માણસને સાથે લઈ મોટરમાં ગયા. જે ઘરમાં સાધુઓ હતા તેમના ઘર આગળ મેટર ઉભી રાખી. ઘરનાં માણસો ગભરાયાં. પેટમાં પાપ એટલે કાંઈ બોલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com