________________
૨૫૪
પ્રકરણ ૨૮ મું.
છોકરે અળખામણે ? હાય મારા દીકરા! હાય મારા દીકરા!” એમ કહી ડોશી છાશ લેવા માંડી.
મેનેજર “શેઠ! આપને ભલે મારા ઉપર બેઠું લાગે પણ મામલો ગંભીર થયેલે છે, તેમની સાથે આ પોલીસના માણસે છે. સરકારે કેસ ઉપાડેલ છે માટે તે ત્રણે જણને પાછા સોંપવા પડશે. એટલું જ નહીં પરંતુ એમને ખુશી કરવાં પડશે. હવે મહારાજને તમે સમજાવે. હું તે થાકયો.”
લાલભાઈમહારાજ સાહેબ! હવે કેમ કરવું?”
આચાર્ય-“શું જાણું? તમે જાણે. તમે મને તેમને દીક્ષા આપવાનું કહ્યું તેથી મેં મારા ચેલા પાસે દીક્ષા અપાવી.”
લાલભાઈ– પણ હવે આ વિઘ્ન આવ્યું એનું શું કરવું ?” આચાર્ય–“તેને વિચાર તમારે કરવાનું છે.”
લાલભાઈ–“તે નવા દીક્ષિતેને આપણે પાછા બોલાવી પુછી જોઇએ. જે તે હા પાડે તો તેમને સુઝે તેમ કરીએ. હું ધારતો નહોતે કે આટલા દરજજે વાત પહોંચશે. માટે આ વખતે હઠવાદની જરૂર નથી. વળી હું તમારે જામીન થયેલો છું તેથી જરા હું કહું છું તે ઉપર તમારે ધ્યાન આપવું પડશે.”
આચાર્ય–“જ્યાં હોય ત્યાંથી તમે તેમને બેલાવી કરવું ઘટે તેમ કરે.”
લાલભાઈ–“પણ તે કયાં છે તેનું ઠેકાણું તે બતાવો?”
આચાર્ય-“જાણતા નથી. તેમની સાથે ચાર પાંચ ચેલાઓ છે. અહીંથી જવાના હતા, કયાં ગયા તે મને કહેલું નથી.”
લાલભાઈએ ઘણુંએ કહ્યું પણ આચાર્ય હઠવાદ છોડયો નહીં. મેનેજર પણ માથું ફેડી થાક. તેને પણ મિજાજ ગયો. બંગલામાં ખૂબ ધાંધળ થઈ છે એવું જાણવામાં આપવાથી લાલભાઈનાં પત્ની હરકીરબાઇ તથા બાલાભાઈ તથા બીજી સ્ત્રી પુરૂષો ત્યાં આવી પહોં
વ્યાં. ત્રણ સ્ત્રીઓનું તથા પેલાં બે છોકરાંનું રૂદન જોઈ દરેકને દયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com