________________
^^^^^^^^~~
અઠ્ઠાઈ ઉત્સવ, રાત્રે ભાવના અને ગરબા. ૨૭
^ આ ગરબામાં કે પેલી ચતુરાબાઈ ગાવા ઉતરી હતી પણ તેને કંઠ મધુર નહીં હોવાથી લોકે તે તરફ વધુ આકર્ષાયા નહોતા પરંતુ એક ગુલાબી સાડી પહેરીને યુવાન સ્ત્રી તીણા મધુર સાદે ગાતી હતી તેની તરફ લેકની દષ્ટિ અને કાન ખેંચાયાં. તેના શરીરને બાંધે, આકૃતિ અને સ્વરૂપ જોનારને મોહ પમાડે તેવાં હતાં. કંઠ પણ તેજ કેમળ હતે
ગરબી પૂરી થઈ કે ધરમચંદ શેઠની સ્ત્રીએ કહ્યું “તારાબેન ! હવે એક ગરબે ગાઓ, તે પછી આપણે લ્હાણી વહેંચવી શરૂ કરીએ. આજે તમને વધારે તસ્દી પડી છે. પણ તમારે લીધે જ આપણે આટલી બધી પ્રભુભક્તિ કરી શક્યાં છીએ. તમે ન આવ્યાં હેત તો આટલે તાલ ન આવત.
તારાએ હસીને જવાબ આપ્યો “પ્રભુભક્તિમાં તસ્દી શાની ? આ પ્રમાણે તમે રોજ ગરબા ગાઈ પ્રભુભક્તિ કરવાનું રાખો તો હું રોજ ગાવાને આવું. આવું તે મને વધારે પસંદ પડે છે” એમ કહી તારાએ બીજી ગરબી ઉપાડી. લેકેને રસ પડેલે હેવાથી લકે વેરાયા નહીં. પરંતુ જેનારની સંખ્યામાં વધારે થવા લાગે. ગરબી બરાબર તાલ સાથે ગવાતી હતી તેવામાં રસિકલાલની નજર ઉંચે બારી તરફ ગઈ. જરા બારીક તપાસ કરતાં બારીના કઠેડાની અંદરના ભાગમાં એક યુવાન સાધુ જેવામાં આવ્યો. તેમની નજર પેલી તારા તરફ ખેંચાયેલી જોવામાં આવી. જ્યારે જ્યારે તે ગાતી ગાતી સામેથી આવતી જણાતી ત્યારે ત્યારે તે સાધુ જરા આગળ આવી નીહાળીને જોતા હતા. રસિકલાલે આ બાબતને ચંદ્રકુમારને ઇસારે કર્યો. ચંદ્રકુમાર હસીને બોલ્યો. “તેમને ન ઓળખ્યા ? તેજ ખુદ ચકોરવિજય. હું આ તારાને નામથી ઓળખતો હતો તેનાં આજે ખાસ દર્શન થયાં. તે તે વટીમાં જવા જેવું નંગ છે. સરલા તેને સારી રીતે ઓળખે છે. બધો ઈતિહાસ તે તમને કહેશે. જ્યાં આ ચકારવિજય ત્યાં આ તારા તૈયાર. મહારાજને વાંદવાના બહાને ધણીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com