________________
૧૯૨
પ્રકરણ ૨૨ મું.
માણસની દૃષ્ટિ પારખવાની તેનામાં શક્તિ નહોતી. અત્યાર સુધી પતિના ત્રાસથી દુઃખીઆરી જેવી બની ગઈ હતી, તેથી તે રખેને ફરી એ દુઃખી થવાને વખત આવે એવા ડરથી પતિને હસતા મુખે જેવાને તે પતિના હુકમ ઉઠાવતી. પોતાને દિવસ ઘેર આવ્યો હોય એમ સમજી પ્રભુનો ઉપકાર માનતી. આ બધું બસંતીલાલ અને બકુલને લઈને આભારી છે એવું તેના મનમાં હોવાથી તે તેમના તરફ ખરા ભાવથી જોતી હતી. આવી તે ભેળી અને ભલી બાઈ હતી.
દિવસે દિવસે વીરબાળા બકુલના ગાઢ સંબંધમાં આવી ગઈ, બકુલ પણ ખાનગીમાં ઉઘાડી મશ્કરી કરતી. પણ હજુ સુધી બધું મર્યાદામાં હતું. કોઈ કઈ વખત બસંતીલાલની ગેરહાજરીમાં કેઇ સહેલાણું ગૃહસ્થ બકુલની પાસે આવતા, બકુલ ઓરડીનાં બારણાં તરતજ બંધ કરી દેતી અને લાંબા વખત સુધી અંદર રહેતાં. થોડાક દિવસથી આ બધું વીરબાળાના જાણવામાં આવ્યું, પણ તે વાત તેનાથી હાર પાડી શકાઈ નહીં. છતાં તેને તે તે વાત રોજની થઈ પડી તેથી તે હકીકત જયંતીલાલની આગળ જાહેર કરવાનો વિચાર થયો, “ કહું કે ન કહું? કદાચ તેમને ખોટું તો નહીં લાગે ? કહેવાથી મેળવેલી મહેરબાની પાછી જતી તો નહીં રહે ? એવી શંકાથી તેની જીભ ઉપડી નહતી.'
એક રાત્રે વીરબાળા અને જયંતીલાલ સીનેમા જોઈ ઘેર આવી સુઈ ગયાં. સીનેમામાં જોયેલાં દસ્ય પ્રમાણે બકુલને હેવાલ હોવાથી વીરબાળા જયંતીલાલને ધીમે રહી કહેવા લાગી “મારે તમને એક ખાનગી વાત કરવી છે, ખોટું ન લગાડે તો કહું.”
“ખેટું નહીં લગાડું સુખેથી કહે !” “મારા સમ ખાઓ !”
તારા ગળાના સમ” એમ કહી જયંતીલાલે તેના ગળે હાથ મુકી વચન આપવાની સાથે ભેગાભેગી મશ્કરી પણ કરી નાખી.
ગળાના સોગન ખાવામાં પણ આવી મશ્કરી હેય?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com