________________
૨૬૮
પ્રકરણ ૨૯ મું.
પણ જાણશે. આપણા ઘરમાં વાત કરીશ નહીં. કારણકે ભાઈ વીગેરેને આ કામ પસંદ નથી. મારા ઉપર બહુ ગુસ્સે થયેલા છે.”
આ પ્રમાણે વાત કરી જયંતીલાલ શેરબઝારમાં ગયો. ત્યાંથી પરવારી ઘેર આવ્યો અને વાળ કરી રહ્યા પછી વીરબાળાને કહેવા લાગ્યો “આજે આપણે સીનેમા જોવા જઈએ. સાથે આ મેનકાને પણ લઈ જઈએ. તેણે ક્યાંથી જોયું હશે ? આજે તે તેને પોશાક બદલી નાખીએ. સોનાની પેલી બે સાદી બંગડીઓ કાઢી આપ. એક સાદું પલંકું અને સારો સાલ્લે આપ.”
વીરબાળા–“હવે તે આપણે બધી ચીજ તેને આપવી જ જોઈએ. આપણું ઘરનું માણસ બન્યું. તેનું ખોટું દેખાય તે આપણું ખાટું દેખાય” એમ વીરબાળા હસીને બોલી કબાટ ઉઘાડી કપડાં કાઢી મેનકાને શણગારવા લાગી. મેનકાએ તો ન દીઠાનું દીઠું. દરેક વસ્તુ પહેરવાની ઈચ્છા થઈ. પચીસ વર્ષની યુવાન સ્ત્રી હતી. ઘણું ઉજળી નહોતી પણ ઘાટીલી હતી, ઘઉંવર્ણી હતી. જુની કાંચળી કાઢી નાખી ફેન્સી પિલર્ક ઝુકાવી દીધું. સાલ્લો પણ ન પહેરી લીધે. પતળી બંગડીઓ પણ ચડાવી દીધી. માથાના વાળ પણ ઓળાવ્યા. વીરબાળાએ પણ પોતે હમેશની માફક સુશોભિત કપડાં પહેર્યા. જયંતીલાલ તો ભપકાદાર હોજ. આમ તેઓ તૈયાર થયાં અને ઓરડીએ તાળું લગાવી દીધું. ઉતરતાં દાદર આગળ બકુલ સામી મળી કે જયંતીલાલની સામું જોઈ હસીને ધીમે રહી “એકનાં બે બુલબુલ બનાવ્યાં’ એમ મશ્કરી કરી ચાલતી થઈ.
નીચે ઉતરી ગાડીમાં બેસી તેઓ સીનેમા જોવા ગયાં. પહેલા વર્ગની ટીકેટ લઈ ત્રણે જણ ખુરશી ઉપર ગોઠવાઈ ગયાં. બંનેની વચ્ચે જયંતીલાલ બેઠે.
શંગારરસ શીવાયનાં નાટકો કે સીનેમા નકામાંજ હોય છે. હાઉસ ખાલી રહે છે, એટલે માલેકે શૃંગારરસમાં જેનારવર્ગ ડુબી જાય અને
ભાન ભૂલે તેવી વસ્તુસ્થિતિ ઉભી કરે છે. આજના સીનેમામાં દરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com