________________
ચતુરથી સાવીને વિહારપરિશ્રમ.
૧૭૫
થાય તે કરી નાખજે.” આ પ્રમાણે છુટાં પડી ઉત્તમશ્રી અને તેની ચેલી ચંદન શ્રી ચતુરશ્રીની પાસે રહી તેમની બરદાસ રાખવા લાગ્યાં, વૈદ્યાના કહેવા પ્રમાણે દવા કરતાં અને એમને અનુકૂળ આહાર પાણું લાવી આપતાં. આ રીતે થયેલી ખટપટ સાધુઓના ઉપાશ્રયે પહોંચી અને વાત ચર્ચાવા લાગી.
- આચાર્યશ્રી ઉત્તમથી ઉપર ક્રોધાયમાન થયા અને સાધ્વીના ઉપાશ્રયે જઈ લડવા લાગ્યા. ઉત્તમશ્રીએ વિનયપૂર્વક જવાબ આપો
મહારાજ! આપને અહીં આવવું શુભતું નથી, આ રીતે કંચનશ્રીને પક્ષ લઈ અમને બેટી રીતે ઠપકો આપે તે વ્યાજબી નથી. આ બિચારી ચતુરશ્રી મરવા પડી છે, ચાલી શકાતું નથી, તાવ આવે છે, મરડો થયો છે, આવી દુ:ખી દશામાં તેની પાસે એક ચેલીને મુકીને ધર્મશાળામાં રીસાઇને ચાલ્યાં જતાં હતાં તે શું સારું કહેવાય? મરડાને લીધે ઠલાવાળી જગે બગડે તેમાં તે શું કરે? જે પગે ચલાય તેમ હોત તે શું કરવા અહીં બેસે? તેના પગ તે જુઓ! મહારાજ મને તેમની દયા આવી માટે અમે બંને તેમની ચાકરી કરવા રહ્યાં છીએ.”
આચાર્ય–“દીક્ષામાં તો દુઃખજ ભોગવવાનાં હોય! દીક્ષામાં કાંઈ એશઆરામ કરવાનું નથી. દુઃખ થાય તે સહન કરવું જોઈએ, દુઃખ ભોગવવું તે તો દેહને ધર્મ છે, દુઃખ પાપને ધુએ છે.”
ઉત્તમશ્રી–“દુઃખ સહન કર્યા સિવાય છૂટકોજ નથી, જેને દુઃખ થાય છે તે તેજ ભોગવે છે. પણ તેની સંભાળ તે લેવી જોઇએ ને ? દીક્ષા લીધી છે ત્યારથી જ તેના ઉપર કેટલો બધે ત્રાસ વર્તાવવામાં આવે છે તે મારી જાણ બહાર નથી. તેની આંખમાંથી આંસુ સુકાતાં નથી. ગુલામડી કરતાં પણ વધારે નોકરી ઉઠાવી છે તેનું આ ફળ મળે છે. હું કયાં ભૂલી ગઈ છું ? જ્યારે હું તેમના માથાની થઈ ત્યારે મને જંપીને બેસવા દીધી છે. મારી પણ તેનાથી વધારે મુંડી હાલત હતી. તેમના ત્રાસથી વેશ છોડી દેવા હું તૈયાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com