________________
૩૦૮
પ્રકરણ ૩૧ મું.
કાથી ખૂબ જોશમાં આવી ગયો હતો પણ ગમ ખાધી. બળાત્કાર કરવાથી આપણને નુકસાન લાગે.”
જયંતીલાલ–“હવે તે એકવાર બળાત્કાર પણ કરવો પડશે. કુટણખાનામાં શું બધું ઈચ્છાથી ચાલતું હશે ? પ્રથમ તે ઘણે ભાગે બળાત્કારથીજ કામ લેવાય.” એમ સૂચના આપી પોતાના સુવાના ઓરડામાં જઈ વીરબાળાને જગાડી કહેવા લાગ્યો “આજે તો ઘણું ઉંઘ આવી જણાય છે. મિત્રને ત્યાં મને બહુ વાર લાગી. લગભગ બે વાગ્યા હશે. પ્રાણલાલ બાબુ સાહેબ છે કે ગયા ?”
વીરબાળા-“શાના જાય ? મેનકા જેવી મળી છે તેને છોડીને ક્યાંથી જવાનું મન થાય ? આજે તે પ્રાણલાલે મને દસ લાખની કીંમતને હીરાને નેકલેસ બતાવ્યું. તેમને ઘણે આગ્રહ હોવાથી મેં પહેર્યો પણ તેમણે બત્તી ગુલ કરી મારા અંગ ઉપર હાથ નાખ્યો. હું તે મારા સ્વભાવ પ્રમાણે ચમકી અને બોલી “આ શું કરે છે ?”
જયંતીલાલ–“પછી શું થયું ?”
વીરબાળા–“પછી તેમણે માફી માગી લાચારી બતાવી કહ્યું મેનકાને બદલે અંધારામાં ભૂલથી તમને અડપલું થઈ ગયું. પછી હું કાંઈ બોલી નહીં અને અંદર આવીને સુઈ ગઈ.”
જયંતીલાલ–“એમકે ? આજે એવો કીસ્સે બન્યો? પ્રાણલાલ બાબુ એવા ખરાબ નથી. અંધારામા મનેકા બદલે તું આવી ગઈ. ભૂલની ચિંતા નહીં, પણ વીરબાળ ! ! હવે આવી શરમાળ કયાં સુધી રહીશ? ભૂલને લાભ લઈ લે હતા અને તેમની ઈચ્છા પૂરી થવા દેવી હતી. ખરેખર તે આવેલી સોનેરી તક હાથમાંથી ગુમાવી. ભૂલ ભેગી ભૂલ થવા દેવી હતી. તે તારી ભૂલ નિષ્ફળ ન જાત. મેનકા ખુલાસો કરી બદલો મેળવી લેત. ખાનદાન, ખુબસુરત, શેખન, અને સામી માગણું કરતો એ બીજે કણ મળી આવે ? આજે તે ખરેખર તે પાંચસોની નેટ ગુમાવી. હશે ચિંતા નહીં પણ તેવું કાલે કરીશ નહીં.” એમ સૂચના કરી જવાબની રાહ જોઈ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com