________________
કનકનગરમાં જેનપરિષદની ખાસ બેઠક.
૨૮૧
કરે રૂદન પિતા માતા, નથી સાધુ દયા ખાતા, દિસે તે તેજ મલકાતા ! અરે જૈને હવે જાગે ! પતિ વિનાજ દુઃખીઆરી મરે મૂરી તરૂણ નારી, ન છેડે સાધુ હઠ ભારી, અરે જેનો હવે જાગે. સગાંની રાડને સુણી ન પીગળે છે જરા મુનિ ! દયાના છે ખરા ખૂની ! અરે જેને હવે જાગે. પડાવી સંતતિ વહાલી કરે છે આમ ઘર ખાલી ! જરા જુઓજ નીહાળી, અરે જેને હવે જાગે. બન્યા સંસારીના દુશ્મન, ગુજારે જે ઉપર જીવન, શું આ તે સાધુનું વર્તન ? અરે જૈને હવે જાગે. વસાવી તાળું ખંભાતી, ઘટાડે જનની જાતિ ! વધે છે આથી શું ખ્યાતિ ? અરે જૈને હવે જાગો ૧૧ અરે સૌ સાથે જોડાએ, દબાવે આવી દીક્ષાઓ, મહા સુખ જે તમે ઢાઓ અને જૈને હવે જોગે! ૧૨
ત્યાર બાદ સ્વાગતમંડળના પ્રમુખનું ભાષણ થયા પછી અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજના સેક્રેટરીએ જૈન પરિષદની ખાસ બેઠક ભરવાનો હેતુ કહી સંભળાવી પ્રમુખની દરખાસ્ત મુકી, તેને બીજા ગૃહ તરફથી ટેકો અને અનુમોદન મળતાં તાળીઓના ગડગડાટ વચ્ચે રા. બ. ભારતીકુમારે પ્રમુખપદ સ્વીકારી પોતાનું ભાષણ બુલંદ અવાજે નીચે પ્રમાણે શરૂ કર્યું–
પ્રતિનિધિબંધુઓ, ગૃહસ્થ અને સુશીલ બેન ! આપે મને પ્રમુખપદ આપી જે માન આપ્યું છે તે માટે આપને ઉપકાર માનું છું. તે માનની સાથે જે જોખમદારી મારા ઉપર આવી છે તે ઉપાડી લેવા અધિષ્ઠાતા દેવ મારા હૃદયને બળ આપે.
આજની ખાસ બેઠક ભરવાને હેતુ જ્યારથી આમંત્રણ પત્રિકાઓ બહાર પડી છે ત્યારથી સૌ ભાઈ જાણે છે કે અયોગ્ય દીક્ષાની
જે પ્રવૃત્તિ કેટલાક દુરાગ્રહી આચાર્યો અને સાધુઓ તરફથી ચાલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com