________________
૨૮
પ્રકરણ ૩૦ મું.
ભદ્રાપુરીથી રસિકલાલની આગેવાની નીચે સે પ્રતિનિધિઓ અને તેમની પત્ની માલતીની આગેવાની નીચે પચીસ સ્ત્રી પ્રતિનિધિઓ કનકનગરમાં આવી પહોંચ્યાં. માલતી પણ કનકનગરમાં શ્રીમંત ગૃહસ્થોના ઘેરે જઈ તેમની સ્ત્રીઓમાં સારી જાગૃતિ લાવી.
સભામાં હાજરી આપવા કેટલાક ગૃહસ્થો લાલભાઇ શેઠને આગ્રહ કરતા પણ ડોશીના બનાવ પછી તેમની હીંમત કમી થઈ ગઈ હતી. તેથી મીલના કામનું બહાનું કાઢી તે બહાર ગામ ઉપડી ગયા.
ટાઉન હૈલમાં ચાર પાંચ હજાર માણસની સવડ થાય તેટલી વિશાળ જગો હતી. સભાનું કામ એક વાગે શરૂ થવાનું હતું પણ પ્રેક્ષકો તો અગીઆર વાગ્યાથી આવીને બેશી ગયા હતા. આશરે પાંચસો સ્ત્રીઓએ હાજરી આપી હતી. મોટા મોટા અમલદારે તથા જૈનેતર પ્રજાના આગેવાનોને આમંત્રણ કરી લાવવામાં આવ્યા હતા. તેમની પણ સંખ્યા સારી જણાતી હતી. એક વાગતા સુધીમાં હલ ચીકાર ભરાઈ ગયો. સદભાગ્યે વરસાદ બંધ હતો અને માત્ર આકાશમાં વાદળાં છવાઈ રહ્યાં હતાં. શરૂઆતમાં મંગલાચરણ થયા બાદ એક યુવકે વાઘ સાથે નીચેની ગઝલ શરૂ કરી
અરે જેને હવે જાગો! અરે એ જૈન બંધુઓ ! હવે જાગી જરા જુઓ! રૂઠયા છે કે સાધુઓ ! અરે જેને હવે જાગે ! હતા જે જનના તારક, હતા જે ધર્મના પાલક, હવે તે તે બન્યા ઘાતક ! અરે જૈને હવે જાગો! જગાવી યુદ્ધ દીક્ષાનું, બતાવી ધર્મનું બહાનું, મચાવ્યું ખૂબ ધીંગાણું ! અરે જેને હવે જાગો ! તમારાં માનીતાં બાળક, લુટી લે છે જુઓ બેશક ! કહી રક્ષક બને ભક્ષક ! અરે જેને હવે જાગો! મુકી દઈ શાસ્ત્ર કેરાણે, નસાડે પુત્ર હાલાને,
ન પુછે બાપ કે માને ! અરે જૈને હવે જાગે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com