________________
કનકનગરમાં જૈનપરિષદની ખાસ બેઠક.
૨૭૯
પ્રત્યે ટીકાકારોએ ઘણોજ તિરસ્કાર બતાવ્યું. એકંદર રીતે તેમના વિરૂદ્ધ એવું વાતાવરણ બગડી ગયું કે સાધુનું નામ દેતાં તેમના પ્રત્યે અણગમાની લાગણી ઉત્પન્ન થતી.
આ સંગેમાં અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ તરફથી દીક્ષા સંબંધી વિચાર કરી ઠરાવ કરવા જનપરિષદની ખાસ બેઠક ટાઉનહોલમાં ભરવાની જબરી તૈયારીઓ થવા લાગી. દેશ પરદેશ આમંત્રણ પત્રિકાઓ રવાના કરવામાં આવી અને તે સાથે ભદ્રાપુરીમાં કલ્યાણની દીક્ષાના થયેલા ભવાડા તથા કનકનગરની ધમાલના દયાજનક હવાલો તેમજ બીજા તેવા બનેલા બનાવોના રીપોર્ટ મોકલાવી જૈનેમાં જાગૃતિ આણવામાં આવી.
અષાડ માસની વૃષ્ટિ વરસતી હતી છતાં અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજની જ્યાં જ્યાં શાખાઓ હતી ત્યાં તેના કાર્યવાહકો અને પ્રચાર સમિતિના સભાસદો અઠવાડીઆ પહેલાં કનકનગરમાં આવી પહોંચ્યા અને શહેરના જનેના જુદા જુદા લતાઓમાં નાની નાની સભાઓ ભરી લોકમત કેળવવા લાગ્યા. દેશાવરમાં પણ પ્રચારસમિતિના સભ્યોએ ગામે ગામ ફરી જૈનેની ઉંઘ ઉડાડી દીધી. સભામાં કાર્ય વધારે હોવાથી અષાઢ વદ છઠ્ઠ તથા સાતમ, રવિવાર અને સેમવાર એમ બે દિવસો રાખવામાં આવ્યા. સરકારી તેમજ બીજા નોકરવર્ગને અનુકૂળતા થઈ પડે એટલા હેતુથી રવિ અને તેમની જોડે જોડે રજા હેવાથી તે દિવસે પસંદ કર્યા હતા. પ્રમુખ તરીકે કનકનગરના બાહોશ બેરીસ્ટર, જનકામના આગેવાન, વર્ધમાન વિવાલયના પેટ્રન અને વડી ધારાસભાના સભાસદ શ્રીયુત રા. બ. ભારતીકુમાર વિશ્વકુમાર એમ. એ. એલ એલ. બી. ની પસંદગી કરવામાં આવી હતી. આ ભારતીકુમાર ભદ્રાપુરીના રા. બ. અશ્વિનીકુમારના પિતરાઈ ભાઈ થતા હતા. તેમનું આખું કુટુંબ કેળવણી પામેલું અને સંસ્કારી હતું. તે જનધર્મના કામમાં આગેવાની ભરેલ ભાગ લેતા
અને વગર ફીએ જનકેમના કેસ લડતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com