________________
કહેવાતા શાસનપ્રેમીઓની સભા.
૨૩૭
“ઝમ એવા ત્યાગમાં પ્રખ્યાત
એક ગૃહસ્થ શેઠ લાલભાઈની ઓળખાણ કરાવતાં જણાવ્યું “પ્રમુખ મહાશય અને ગૃહસ્થ ! અમારા જૈન ધર્મના સ્તંભ રૂ૫ અને મોક્ષદાયક એવા ત્યાગમાર્ગના ચુસ્ત હીમાયતી શ્રીયુત શેઠ લાલભાઈ પ્રતાપભાઈ વેપારી મંડળમાં પ્રખ્યાત છે, મોટા મીલએજંટ છે, તેમની ખ્યાતિ જગજાહેર છે તે હું જણાવી આપનો વખત લેવા માગત નથી, પણ તેમનામાં ધર્મનું જે ઝનુન છે અને તે ઝનુન દ્વારાએ જે ધર્મનાં કાર્યો તે કરી રહ્યા છે તે જાહેર કરવા માગું છું. સંસારની ખોટી માયાનાં કામે તે દરેક કરે તેમાં નવાઈ નથી પરંતુ લાલભાઈ શેઠ તે ગૃહસ્થ હોવા છતાં ત્યાગમાર્ગનાં યાને પ્રવજ્યાનાં યાને દીક્ષાનાં કામે લઈ બેઠા છે. તે જ તેમની જીંદગીને ધ્યેય છે. ત્યાગમાર્ગ એટલે મોક્ષને રસ્તે, તે જ ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે. લાલભાઈ શેઠ ત્યાગમાર્ગ માટે પ્રાણ પાથરે છે, અરે ! લોહીનું પાણી કરે છે, આકાશ પાતાળ એક કરે છે. આવી તેમની ત્યાગ પ્રત્યે લાગણું છે. ગમે તેવા દીક્ષા લેનારની તરફ તે પ્રેમથી જુએ છે. તેને માટે હજારે રૂપીઆ ખરચે છે. ગૃહસ્થો! આપ સૌ જાણે છે કે બે દિવસ ઉપર શેઠ લાલભાઈએ એકે દિવસે સાત મહાત્માઓને આપણું પ્રખર વક્તા આગમ ધારક આચાર્ય વિજયસૂર્ય સૂરીશ્વરના શિષ્ય મહા મહોપાધ્યાય શ્રી શુદ્ધિવિજયના હસ્તે મેક્ષદાયક દીક્ષા અપાવી તેમના આત્માને ઉદ્ધાર કર્યો. કેવા ઠાઠથી તેમને દીક્ષાવરઘોડે ચડાવવામાં આવ્યો હતો તે આપની જાણબહાર નથી. આ કાંઈ જેવી તેવી વાત નથી. વીસમી સદીમાં આ પહેલોજ બનાવ બન્યો હોય એમ મારું માનવું છે. વળી તેમણે થોડાક વખત ઉપર સુવર્ણપુરમાં ત્રણ પુણ્યાત્માઓને હાથી ઉપર બેસાડી તેજ આચાર્યના હાથે દીક્ષા અપાવી હતી. વળી તેમણે ઉજમણાના મહત્સવ પ્રસંગે ગિરનાર અને શત્રુંજયના તીર્થોની જે મનેહર રચના કરી જેનજનતાને અપૂર્વ દર્શનનો લાભ આપ્યો હતે તે હજુ અમારી નજર આગળ રમ્યા કરે છે અને આનંદ થાય છે. આ પ્રમાણે જૈનધર્મને દીપાવનાર અને પર આત્માઓને ઉદ્ધાર કરાવનાર લાલભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com